તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:યુનિ.માં 8મીથી બીજા ફેઝમાં ઓનલાઇન પરીક્ષા લેવાશે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાઇબર સુરક્ષાની સિસ્ટમ વ્યવસ્થિત કરવા કવાયત

એમ એસ યુનિ.એ 18 ઓગષ્ટથી બીજા ફેઝ માં લેવાનારી ઓનલાઈન એક્ઝામ સ્થગિત કરી નથી. હાલમાં સાઇબર સુરક્ષાની સિસ્ટમ વ્યવસ્થિત કરવાની કવાયત હાથ ધરવામાં આવી છે. 18 ઓગસ્ટ પહેલા સિક્યુરિટી સિસ્ટમ મજબૂત નહીં થાય તો જ પરીક્ષા પાછી ઠેલાવવામાં આવશે.

બીજા સ્લોટની પરીક્ષા પહેલા સાઇબર સુરક્ષાને મજબૂત બનાવાશે
યુનિવર્સિટીમાં 5 ઓગસ્ટ થી ઓનલાઇન પરીક્ષાનો પ્રારંભ થાય તે પહેલાં જ સાઇબર એટેક થતાં પરીક્ષાઓ મોકૂફ રખાઇ હતી. યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા 5 ઓગસ્ટ અને 18 ઓગસ્ટ એમ બે સ્લોટમાં પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ સ્લોટની પરીક્ષા સ્થગિત કરી દેવામાં આવી છે પરંતુ બીજા સ્લોટમાં 18 ઓગસ્ટ થી લેવાનારી પરીક્ષા હજુ સુધી સ્થગિત કરવામાં આવી ન હોવાનું યુનિવર્સિટીના રજિસ્ટ્રારએ જણાવ્યું હતું. બીજા સ્લોટની પરીક્ષા પહેલા સાઇબર સુરક્ષાને મજબૂત બનાવાશે. જો કોઈપણ અડચણ નહીં હોય તો જ પરીક્ષા લેવાશે નહીં તો 18 ઓગસ્ટ થી શરૂ થનાર પરીક્ષા પણ સ્થગિત કરીને નવી તારીખો જાહેર કરવામાં આવશે. યુનિવર્સિટીના કોમ્પ્યુટર વિભાગની એક ટીમ એક્ઝામ પોર્ટલને વધારે સુરક્ષિત કરવા માટેના તમામ પ્રયાસોમાં લાગી ગઈ છે.

કમ્પ્યૂટર સેન્ટરની નબળી કામગીરી : બુટા
એમ.એસ.યુનિવર્સિટીના એક્ઝામ પોર્ટલ પર સાયબર એટેકની ઘટના કોમ્પ્યુટર સેન્ટર ની નબળી કામગીરી ઉજાગર કરતી હોવાના આક્ષેપો યુનિવર્સિટીના શિક્ષકોના સંગઠન બુટાએ કર્યા છે. બરોડા ટીચર્સ એસોસિએશન એ રજિસ્ટ્રારને ઇ મેઇલ કરીને કમ્પ્યુટર સેન્ટરને તાત્કાલિક એક્ઝામની કામગીરીમાં થી દૂર કરવાની માગણી કરવામાં આવી છે. બુટા એ તેમની રજૂઆતમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટીના શિક્ષકો પરીક્ષાના છબરડાથી આઘાતમાં સરી પડ્યા છે અને આ ઘટના યુનિવર્સિટીની ગરિમાને ઠેસ પહોંચાડી છે. આ કામગીરી નિષ્ણાતોને સોપવામાં આવે.

અન્ય સમાચારો પણ છે...