આયોજન:MSUના 1724 વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મ.સ. યુનિવર્સિટીમાં ઓનલાઇન એક્ઝામિનેશન ફેઝ - 1માં શુક્રવારે યોજાયેલી પરીક્ષા શાંતિપૂર્વક પાર પડી હતી. શુક્રવારે યુનિવર્સિટીમાં ત્રણ અલગ અલગ સમયે ઓનલાઇન પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં સવારે 10 થી 11-45 વાગ્યાના સમયમાં 305 વિદ્યાર્થીઓમાંથી 281 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. બપોરે 1 થી 2-45 વાગ્યા સુધીના સમયમાં 681 વિદ્યાર્થીઓમાંથી 651 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તથા સાંજે 4 વાગ્યાથી 5-45 વાગ્યા સુધી યોજાયેલી પરીક્ષામાં 822 વિદ્યાર્થીઓમાંથી 792 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...