અમાનવીય પગલું:GPSમાં ફી ન ભરનાર વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ બંધ કરી દેવાયું

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોમવારે અધિકારી શાળાની મુલાકાત લેશે

છાણી સ્થિત ગુજરાત પબ્લિક સ્કૂલ દ્વારા ફી ન ભરનાર બાળકોના ઓનલાઇન ક્લાસિસ અટકાવાયા હતા. જે અંગે શુક્રવારે વાલીઓએ ડીઇઓ કચેરી ખાતે ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે સોમવારે ડીઈઓ કચેરીમાંથી અધિકારી શાળાની મુલાકાત લઇ તપાસ હાથ ધરશે.

ગુજરાત પબ્લિક સ્કૂલ, છાણી ખાતે શુક્રવારે ફી ન ભરી હોય તેવા 50 વિદ્યાર્થીના ઓનલાઇન ક્લાસ અટકાવાયા હતા, જ્યારે ગુજરાત પબ્લિક સ્કૂલ, અટલાદરા દ્વારા ફી ભરવા રકમ અપાઈ હતી, જેથી વાલીઓ દ્વારા તેના વિવરણની માગ કરાઇ હતી. અગ્રણી જીગ્નેશ રાવની અધ્યક્ષતામાં ડીઇઓ કચેરી ખાતે રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...