તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાની બીલાબોંગ સ્કૂલની ગુંડાગીરી:ફી ન ભરતા 40 વિદ્યાર્થીનું ઓનલાઈન શિક્ષણ બંધ કરાવ્યું; વાલીઓએ FRC-DEOને લેખિત રજૂઆત કરી

વડોદરા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
 • એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને તપાસ કરવા ડીઇઓનો આદેશ

બીલાબોંગ સ્કૂલમાં ફી નહીં ભરનાર 40થી વધુ વિદ્યાર્થીઓના ઓનલાઈન ક્લાસ રોકવામાં આવ્યા છે. વાલીઓ દ્વારા એફઆરસી તેમજ ડીઇઓમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવતાં એજ્યુકેશન ઇન્સ્પેક્ટરને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

વાલીઓએ ડીઈઓને રજૂઆત કરી
કોરોના મહામારીના કપરા કાળ સામે ઝઝૂમી રહેલા વાલીઓને ફીના નામ પર સ્કૂલ સંચાલકોની દાદાગીરીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. ફી ભરવામાં વિલંબ થાય તો પણ ઓનલાઇન કોચિંગ બંધ કરી દઇને વાલીઓ પર દબાણ લાવવામાં આવી રહ્યું છે. ​​​​​​શહેરની બીલાબોંગ સ્કૂલ દ્વારા 40થી 45 જેટલા બાળકોના ઓનલાઇન કોચિંગ બંધ કરી દેવામાં આવતાં વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારી અને એફઆરસી ખાતે રજૂઆતો કરી હતી.

શાળા FRCના નિયમોનું પાલન કરતી નથીઃ વાલી
આ અંગે વાલી જીગ્નેશ રાવે જણાવ્યું હતું કે, અમુક વાલીઓનો ફીનો પ્રથમ હપ્તો ભરવાનો બાકી છે. પરીક્ષા પૂરી થયા પછી તરત બીજા દિવસે ફીની માગણી કરવામાં આવી રહી છે. જે વાલીઓને તકલીફ હતી તેમણે સ્કૂલ પાસે મુદત માંગી હતી. સ્કૂલે મુદત આપ્યા પછી સોમવારના રોજથી સ્કૂલ શરૂ થઇ તે સમયે જે વિદ્યાર્થીઓની ફી ભરાઇ ના હતી તેમને ઓનલાઇન કલાસમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. 40-50 જેટલા વિદ્યાર્થીઓને ઓનલાઇન કલાસ એટેન્ડ કરવા દેવામાં આવ્યા ન હતા. આ ઉપરાંત એફઆરસીના નિયમ પ્રમાણે પણ સ્કૂલ ફી લઇ રહી નથી. ફીમાં 25 ટકા જેટલો વધારો પણ કરી દેવામાં આવ્યો છે. ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓની અલગ અલગ ધોરણ પ્રમાણે ફીનું પ્રમાણ રાખવામાં આવ્યું છે.

કોરોના મહામારીના સમયે તથા રાઇટ ટુ એજ્યુકેશન એક્ટના કાયદા હેઠળ કોઇ પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ રોકી શકાય તેમ નથી તેવા સમયે સ્કૂલ દ્વારા બાળકોનું શિક્ષણ રોકી નાખવામાં આવ્યું છે. વાલીઓએ એફઆરસી-ડીઇઓ કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરતા એજયુકેશન ઇન્સ્પેકટરને તપાસ સોંપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો