કમુરતાં:લગ્ન નોંધણીના ફરી ફતવાથી 100 પરિવારોને ઓનલાઇન ‘આંટાફેરા’

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય સરકારે લગ્નો માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું

16 ડિસેમ્બરથી કમુરતાં શરૂ થાય છે, ત્યારે સરકારે લગ્નો માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. જેનાથી 100થી વધુ પરિવારોને નોંધણી માટે ઓનલાઇન પળોજણ કરવી પડશે. પોલીસ કમિશનર આર.બી. બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કેલગ્ન દરમિયાન પોલીસના ચેકિંગમાં નોંધણીની રસીદ નહીં હોય તો જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધાશે.

ચેકિંગમાં નોંધણીની રસીદ નહીં હોય તો જાહેરનામા ભંગની ફરિયાદ : પો.કમિશનર
ગાંધીનગર ગૃહ વિભાગના જાહેરનામા મુજબ રાજ્યમાં કોવિડ-19ની પરિસ્થિતિમાં લગ્ન-સત્કાર સમારંભ જેવી ઉજવણીઓમાં ખુલ્લા સ્થળ અને બંધ સ્થળોની ક્ષમતાના 50 ટકાથી વધુ નહીં, પરંતુ મહત્તમ 100 વ્યક્તિઓની મર્યાદામાં જ સમારોહને મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લેતાં આગામી સમયમાં યોજાનારાં લગ્નો માટે રાજ્ય સરકારે ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. લગ્ન સમારોહ યોજવા માટે નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા Online Registration for Organization Marriage Function નામનું એક સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે. આ સોફ્ટવેર ડિજિટલ ગુજરાત પોર્ટલ (www.digitalgujarat.gov.in) પર એક્ટિવ કરવામાં આવ્યું છે. અરજદારે લગ્ન સમારંભ યોજવા માટે આ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવી પડશે. આ અરજી કર્યા બાદ અરજદાર રજિસ્ટ્રેશન સ્લિપની પ્રિન્ટ લઈ શકે છે અથવા તો PDF પણ સેવ કરી શકે છે. જો કોઈ પોલીસ અધિકારી કે સ્થાનિક વહીવટી તંત્રના અધિકારી કે કર્મચારી અરજદાર પાસે રજિસ્ટ્રેશન સ્લિપની માગણી કરે તો તે અરજદારે રજૂ કરવી પડશે.શહેરમાં 16મી કમૂરતા પહેલાના દિવસોમાં 100 જેટલા લગ્નોના આયોજનો થયા છે. હવે આ પરિવારોએ નોંધણીની પળોજણ કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...