તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરા તૂટી:કોરોનાગ્રસ્ત મેયરની કોર્પોરેટરોને ઓનલાઇન સલાહ, મેળાવડા ન કરો

વડોદરાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્થાયી અધ્યક્ષ બજેટ રજૂ કરે તે પૂર્વે મેયરનું સંબોધન
 • RTPCR રિપોર્ટને 24ના બદલે હવે 48 કલાક લાગે છે ઃ મેયર

કોરોના કાળ વચ્ચે પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત મળેલી ઓનલાઇન બજેટ સભામાં સ્થાયી સમિતિના અધ્યક્ષ અને બજેટ નું વાંચન કરવાની સૂચના પહેલા આપવાના બદલે મેયરે કોરોનાની સ્થિતિ ની સમીક્ષા કરી હતી. પાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત બજેટ સભા ઓનલાઇન મળી હતી અને પ્રથમ તબક્કામાં ચાર પૂર્વ કોર્પોરેટરો અને પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ આપી અડધો કલાક માટે સભા મુલતવી કરી હતી.જો કે અડધો કલાક બાદ સભા ફરીથી શરૂ થઈ હતી અને તેમાં વંદે માતરમ ના ગાળા બાદ કેટલાક સભ્યોએ ભારત માતાકી જયના નારા લગાવ્યા હતા.

પાલિકાની બજેટ સભામાં અધ્યક્ષ તરીકે કેયૂર રોકડિયાઅે ઘરે બેઠા સંચાલન કર્યું હતું અને મેયરની ચેમ્બરમાંથી ડેપ્યુટી મેયર નંદા બેન જોશી, સ્થાયી અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ, શાસક પક્ષના નેતા અલ્પેશ લીમ્બાચિયા, દંડક ચિરાગ બારોટ અને મ્યુ.કમિશનર સ્વરૂપ પી હાજર રહયા હતા. સામાન્ય રીતે બજેટ સભાનો પ્રારંભ થાય ત્યારે મેયર સ્થાયી અધ્યક્ષને બજેટ રજૂ કરવાની સૂચના આપતા હોય છે પરંતુ આ વખતે આ પરંપરા તૂટી હતી અને મેયર કેયૂર રોકડિયાઅે સભાના અધ્યક્ષ પદેથી બજેટ સભાના પ્રારંભમાં કોરોનાની પરિસ્થિતિનું આલેખન રજૂ કર્યું હતું.

મેયરે જણાવ્યું હતું કે આ માત્ર વડોદરા, ગુજરાત કે ભારત નહીં પણ વૈશ્વિક મહામારી ની સમસ્યા છે. કોરોના ના સેકન્ડ વેવમાં કેસો વધી રહ્યા છે. હાલમાં 4862 બેડ ભરેલા છે પણ તંત્ર 7700 બેડની વ્યવસ્થા કરી છે અને જરૂર પડે તો 8 થી 10,000 બેડ સુધી પણ લઈ જવાશે. પહેલા આરટીપીસીઆર નો રિપોર્ટ ૨૪ કલાકમાં મળતો હતો, જે હવે 48 કલાકમાં મળે છે એવી નિખાલસ કબૂલાત કરતાં તેમણે જણાવ્યું હતું કે જે વિજય વલ્લભ હોસ્પિટલમાં દુર્ઘટના બની હતી ત્યારે ત્યાં કોરોના નહિવત દર્દી છે એવી માહિતી મળી હતી પણ લાશકરો જેમને ખોળામાં લઈને જાન બચાવી હતી તે કોરોના ના દર્દીઓ હતા અને તે લાશ્કરોને હું સલામ કરું છું અને હું પોતે પણ અેસઅેસજીના કોરોના સેન્ટરમાં ગયો હતો ત્યાં સાદા માસ્ક પહેરીને ગયો હતો.

કોરોનાના જ 17 લાખથી વધુ ટેસ્ટ કરાવ્યા છે. પોતે કોરોના પીડિત હોવાથી પાંચ દિવસ સુધી હોસ્પિટલમાં હતા અને સોમવારે બપોરે હોસ્પિટલમાંથી રજા મળી છે અને હજી દસ દિવસ ઘરે છું. તેમણે કોર્પોરેટરોને સલાહ આપતા જણાવ્યું હતું કે આપણા થકી બને ત્યાં સુધી જાહેર મેળાવડા કરવા નથી અને શુભેચ્છા મુલાકાતની પ્રથા પણ કાઢવાની છે.પોતાની તબિયત ખરાબ હોવાનો ઉલ્લેખ કરીને આ સભામાં પણ ક્યાં સુધી રહેશે તે ખબર નથી તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો