લવ જેહાદ:એક વર્ષે યુવતીને ખબર પડી કે અનીશ વિધર્મી છે, બીજે લગ્ન કરતાં યુવતીના પતિને ધમકી

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અનીશ બંજારા - Divya Bhaskar
અનીશ બંજારા
  • વિધર્મીની યુવતીની માતાને ધમકી, તે મારી નહીં તો કોઈની નહીં, પતાવી દઇશ
  • જે.પી.રોડ પોલીસે ગુનો નોંધી વિધર્મી અનીશ મહંમદઅલી બંજારાની ધરપકડ કરી

શહેરના જૂના પાદરા રોડ વિસ્તારમાં ધર્મ છુપાવીને હિન્દુ યુવતીને ફસાવી હોવાની જાણ યુવતીને થતાં બીજે લગ્ન કરી લીધા હતા. પિયરમાં આવેલી યુવતીના ઘરે જઇ વિધર્મીએ જો મારી નહી થાય તો મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. યુવતીની ફરિયાદના આધારે જે.પી.રોડ પોલીસે ગુનો નોંધી યુવકની અટક કરી હતી.

મુજમહુડા રહેતી મીના (નામ બદલેલું છે) ચાર વર્ષ પહેલાં અકોટા ગાર્ડનમાં અનીશ મહંમદ અલી બંજારા (રે.તાંદલજા)ને મળી હતી. આ મુલાકાત પ્રેમમાં પરિણમી હતી. ત્યારે એક વર્ષ સુધી બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને બંનેવે મરજીથી શારિરિક સંબંધો બાંધ્યા હતા.એક વર્ષ બાદ યુવતીને જાણ થઇ હતી કે અનીશ વિધર્મી છે અને તેના અન્ય યુવતીઓ સાથે પણ સંબંધ છે. જેથી મીનાએ અનીશ સાથે સંબંધ તોડ્યો હતો અને પરપ્રાંતમાં લગ્ન કર્યા હતા. ત્યારે અનીશ યુવતીને અંગત પળાેના લીધેલા વીડીયો વાઈરલ કરવાની ધમકી આપવા લાગ્યો હતો અને તારે મારી પાસે આવવું જ પડશે તેમ કહેતો હતો.

રવિવારે અનીશ યુવતીના ઘરે ગયો હતો અને તેની માતાને વીડીયો વાઈરલ કરવાની ધમકી આપી અપશબ્દો બોલી કહ્યું હતું કે ‘તારી દિકરી મારી નહીં થાય તો બીજા કોઈની નહી થવા દઉં અને હું તેને પતાવી દઇશ. જેથી મીનાએ રવિવારે જે.પી.રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે.પી.રોડ પોલીસે ફરિયાદના આધારે અનીશ બંજારાની અટક કરી કોરોના ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યો હતો.

વીડિયો વાયરલ કરવાની ધમકી આપવાને કારણે યુવતીએ બે માસ પહેલાં ફરિયાદ નોંધાવી ન હતી
યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે ‘બે માસ પહેલા પિયરમાં આવી હતી ત્યારે પણ અનીશે પ્રેમસંબંધ ચાલુ રાખવા માટે તેણે ધમકી આપી હતી. અનીશ પાસે અંગત પળોના વીડીયો હોવાથી મીનાએ અગાઉ તેની સામે ફરિયાદ નોંધાવી ન હતી.

અનીશે જાતિ વિષયક ઉચ્ચારણો પણ કર્યા
અનીશે મીનાની જાણ બહાર વીડીયો ઉતારી તેને બ્લેમેલ કરવાનું શરુ કર્યું હતું. જાતિવિષયત ઉચ્ચારણો કરીને કહ્યું હતું કે તારે મારી પાસે એક વાર આવવું પડશે. અને જાનથી મારવાની ધમકી આપી હતી.

અનીશે પતિને ધમકી આપી, લગ્નમાં ભંગાણ
પોલીસ તપાસમાં સપાટી પર આવ્યું છે કે ‘અનીશે મીનાના પતિને વીડીયો વાઈરલ કરવાની ધમકી આપી હતી. જેને કારણે મીના અને પતિ વચ્ચે અણબનાવ બનતાં મીના બે મહિનાથી પિયરમાં રહે છે.

અન્ય સમાચારો પણ છે...