રસીકરણ જાગૃતિ:ગેરમાન્યતા દૂર થતાં જ એક હજાર લોકો રસી લેવા સંમત

વડોદરા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તરસાલી અલ્હાદપુરામાં સંસ્થાની જાગૃતિ ઝુંબેશ
  • શહેરમાં 18 પ્લસ જૂથમાં 7447ને રસી મૂકાઇ

શુક્રવારે 18 થી 44 વર્ષના 7447 લોકોએ રસી નો પ્રથમ ડોઝ લીધો હતો જ્યારે 45 વર્ષથી ઉપરના 1755 લોકોએ પ્રથમ અને 154 લોકોએ રસીનો બીજો ડોઝ મૂકાવ્યો હતો.તરસાલી નજીક અલહાદપુરા ગામમાં અંદાજે 1 હજાર લોકોની વસ્તી 18 વર્ષ ઉપરની છે, જેઓ શ્રમજીવી હોવાથી રસીકરણથી પોતાની શક્તિ ગુમાવી દેશે અને મૃત્યુ પણ થઈ શકે છે તેવી ગેરમાન્યતાને પગલે રસી મુકાવતા નથી.

શહેરના ઇએસઆર ફાઉન્ડેશન દ્વારા 3 દિવસથી સરવે કરી ગ્રામ્યજનોમાં શનિવારે ભવાઈ દ્વારા લોકજાગૃતિ લાવી 1 હજાર લોકોનું શનિ-રવિવારના રોજ રસીકરણ કરાવાશે. અલકાપુરીનાં વિદ્યાર્થીઓ દ્વારા ચલાવાતી એનજીઓના સંકેત સકપાળે જણાવ્યું હતું કે, અલ્હાદપુરા ગામમાં 3 દિવસથી સરવે કરતાં એક પણ વ્યક્તિએ રસી લીધી ન હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે તેમની ગેરમાન્યતા દૂર કરવા ભવાઈનો કાર્યક્રમ યોજી તેમને સમજાવ્યા હતા. જ્યારે શનિ-રવિવારના રોજ સમગ્ર ગામના 1 હજાર લોકોનું કેલનપુર કેન્દ્ર ખાતે લઇ જઇ રસીકરણ કરાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...