ભાસ્કર વિશેષ:કોઠીયામાં ‘એક ડગલું કોરોનામુક્ત ગામ તરફ’ અભિયાન

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોઠીયામાં ‘એક ડગલુ કોરોના મુક્ત ગામ તરફ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
કોઠીયામાં ‘એક ડગલુ કોરોના મુક્ત ગામ તરફ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.
  • શાળા કક્ષાએ કોરોના જાગૃતિ કાર્યક્રમ થકી 100%રસીકરણ માટે થતા પ્રયાસો

કરજણ તાલુકાના કોઠીયા ગામમાં ‘એક ડગલુ કોરોના મુક્ત ગામ તરફ’ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ તબ્બકાનું રસીકરણ કોઠીયા ગ્રામ પંચાયત, ગામ મેથીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અરુણા કિશોર ફાઉન્ડેશન અને કોસ્મો ફાઉન્ડેશનના સહિયારા પ્રયાસથી 100 ટકા રસીકરણ ત્રણ માસ પહેલા પૂર્ણ કરવામાં આવ્યું હતું.

જે માટે અનેક પ્રકારની પ્રવૃતિઓ કોરોનાનું સંક્રમણ રોકવા માટે કરવામાં આવી હતી. જેમાં ગ્રામ સમિતિની રચના, જાહેર સ્થળો પર કોરોનાની ગાઈડલાઈનનું અમલીકરણ તેમજ શાળા કક્ષાએ કોરોના જાગૃતિ કાર્યક્રમ, પપેટ વાર્તા અને પોસ્ટર સ્પર્ધા જેવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.

હાલમાં ત્રણ માસના સમય બાદ બીજા તબકકાના રસીકરણ માટે સ્થાનિક શિક્ષકો, સ્થાનિક યુવાનો, ગ્રામ-સમિતિના સભ્યો, આંગણવાડી કાર્યકર, આશાવર્કર તેમજ કોસ્મો ફાઉન્ડેશનના કાર્યકરો અને અરુણા કિશોર ફાઉન્ડેશનના કાર્યકરો દ્વારા ડોર ટુ ડોર સર્વે અને કોરોનાની જાગૃતિ માટે ભીંતચિત્ર દોરવામાં આવ્યું હતું.

આ સર્વે કરતાં જાણવા મળ્યું કે કોઠીયા ગામમાં 98% કોરોના રસીકરણનો પહેલો અને બીજો બંને ડોઝ પૂર્ણ થઈ ગયા છે અને 2 % રસીકરણનો બીજા ડોઝ બાકી છે જે ટૂંક સમયમાં ગામ મેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સહયોગથી પૂર્ણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...