તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વડોદરા નજીક રણોલી ખાતે GACL કંપનીમાં કેટરિંગનું કામ કરતા કર્મચારીનું ટેન્કરની અડફેટે મોત, ટેન્કર ચાલકની અટકાયત

વડોદરા21 દિવસ પહેલા
GACL કંપનીમાંથી નીWકળેલા ટેન્કરે GACLમાં કેટરિંગનું કામ કરતા કર્મચારીને અડફેટે લેતા ઘટના સ્થળે મોત નિપજ્યું
  • જવાહરનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી

વડોદરા શહેર નજીક આવેલી GACL કંપનીમાંથી નીકળેલા ટેન્કરે GACLમાં કેટરિંગનું કામ કરતા કર્મચારીને અડફેટે લેતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. આ મામલે જવાહરનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

ટેન્કરે અડફેટે લેતા કર્મચારીનું મોત
વડોદરા નજીક રણોલી ખાતે આવેલી GACL કંપનીમાંથી કેમિકલ ભરીને નીકળી રહેલી ટેન્કરના ચાલકે GACL કંપનીમાં કેટરિંગનું કામ કરતા કર્મચારીને અડફેટે લીધો હતો. ટેન્કર ચાલકે રણોલી ખાતે આવેલી ડાયમંડ કંપનીના વળાંકમાં કંપનીમાંથી છૂટીને ઘરે જતા બાઈક સવારને ટેન્કરના આગળના ભાગેથી અડફેટે લીધો હતો. બાઈક સવારને અકસ્માત થતાં શરીર ઉપર ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાંની સાથે જ સ્થાનિક જવાહરનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.

કંપનીમાંથી છૂટીને ઘરે જતા બાઈક સવારને ટેન્કરના આગળના ભાગેથી અડફેટે લીધો
કંપનીમાંથી છૂટીને ઘરે જતા બાઈક સવારને ટેન્કરના આગળના ભાગેથી અડફેટે લીધો

પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરી
GACL કંપનીમાં શશી કેટરિંગના કોન્ટ્રાકટમાં કામ કરતા કર્મચારી ભુપેન્દ્રભાઈ ચંદુભાઈ પારેખ(ઉ.45), (રહે, કરજણ) નું ટેન્કરની અડફેટે ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જવાહરનગર પોલીસે ટેન્કર ચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

જવાહરનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી
જવાહરનગર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી
અન્ય સમાચારો પણ છે...