તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:વડોદરાના રાજમહેલ રોડ પર બેફામ દોડતી ST બસે રસ્તો ક્રોસ કરતા રાહદારીને ટક્કર મારી, હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત

વડોદરા7 દિવસ પહેલા
રાહદારીનું ST બસની અડફેટમાં આવી જતા કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું
  • અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા

વડોદરા શહેરના રાજમહેલ રોડ ઉપર રોડ ક્રોસ કરી રહેલા રાહદારીનું ST બસની અડફેટમાં આવી જતા કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં નવાપુરા પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

રોડ ક્રોસ કરતા રાહદારીને બસે ટક્કર મારી
વડોદરાના તુલસીવાડીના ગણેશનગર-1માં રહેતા હિતેશભાઇ.બી રાણા વડોદરાના રાજમહેલ રોડ પર કાશીવિશ્વનાથ મંદિર પાસે રોડ ક્રોસ કરીને સામેની તરફ જઇ રહ્યા હતા. આ દરમિયાન લાલબાગ બ્રિજ તરફથી આવી રહેલી બારડોલીથી મોડાસા જતી ST બસે રાહદારીને ટક્કર મારી હતી. જેથી રાહદારી રોડ ઉપર પટકાયો હતો અને તેને ગંભીર ઇજા થઇ હતી. રાહદારીને ગંભીર ઇજાઓ થતાં તેને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ નવાપુરા પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી પહોંચી હતી અને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બારડોલીથી મોડાસા જતી ST બસે રાહદારીને ટક્કર મારી હતી
બારડોલીથી મોડાસા જતી ST બસે રાહદારીને ટક્કર મારી હતી

બેફામ ચાલતા વાહનોની સ્પીડ ઘટાડવા લોકોએ માગ કરી
પ્રત્યક્ષદર્શીઓ મુજબ રોડ પર વળાંક અને રોડ વચ્ચે ડિવાઇડર પર છોડના કારણે અચાનક કોઇ ડિવાઈડર ક્રોસ કરે ત્યારે વાહનચાલકને ખ્યાલ આવતો નથી. બીજી તરફ હાઇવે પર પૂર ઝડપે દોડતી એસ.ટી બસની સ્પીડ શહેરમાં પ્રવેશ્યા બાદ પણ ઓછી થતી નથી. ST બસો શહેરમાં પ્રવેશે ત્યારે ટ્રાફિકને આધારે બસની ગતિ મર્યાદિત કરવી જોઇએ. તેવી માગ ટોળે વળેલા લોકોએ કરી હતી.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

7 મહિના પહેલા પણ અકસ્માત થયો હતો
7 મહિના પહેલા રાજમહેલ રોડ પર નવલખી મેદાન પાસેથી સ્ટેશન તરફ જઈ રહેલી એક ST બસ ડિવાઈડર પર ચઢી જતાં વાહનચાલકોમાં નાસભાગ મચી હતી. અકસ્માતમાં ડ્રાઇવર સહિત 3 મુસાફરોને ઇજા પહોંચી હતી. વાગરાથી વડોદરા આવી રહેલી એક એસટી બસ આજે સવારે શહેરના રાજમહેલ પરથી પસાર થવા દરમિયાન નવલખી મેદાન પાસે એકાએક ડ્રાઇવરે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતાં બસ રોડની વચ્ચે આવેલા ડિવાઈડર પર ચઢી ગઈ હતી. અકસ્માત સમયે બસમાં 7થી 8 મુસાફરો બેઠેલા હતા.

અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા
અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા
અન્ય સમાચારો પણ છે...