25% બાળકોને ડાયાબિટિસ:દર 1400માંથી એક બાળક જુવેનાઇલ ડાયાબિટીસગ્રસ્ત

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વારસાગત સિવાય 25 ટકા બાળકોને ડાયાબિટિસ

હવે 1400 બાળકો પૈકી એક બાળકને જુવેનાઇલ ડાયાબિટીસ જોવા મળે છે. આ પ્રમાણ 14 વર્ષનાં બાળકો સુધીમાં જોવા મળે છે. જ્યારે 16 વર્ષનાં બાળકોમાં આ પ્રમાણ 1600 બાળકોએ એકનું છે. લાઇફ સ્ટાઇલ અને વારસાગત હોવાને લીધે આ રોગ થતો જોવા મળે છે. બાળરોગ તજ્જ્ઞ ડો.સંજય મજમુદારે જણાવ્યું કે, ‘જુવેનાઇલ ડાયાબિટીસથી પીડાતાં બાળકોમાં શરીરનો વિકાસ ઓછો થાય છે અને તેઓ ઝડપથી થાકી જાય છે.

આ ઉપરાંત જો ધ્યાન ન રાખવામાં આવે તો તેની કિડની અને આંખોને પણ નુકસાન થાય છે.’ એનજીઓ 20 માઇક્રોનના સેજલ પટેલે જણાવ્યું કે, ‘2008માં સ્થાપના બાદ અમારી સંસ્થાએ 4850 બાળકોમાં જુવેનાઇલ ડાયાબિટીસ શોધી કાઢવામાં આવ્યો છે.

એટલું જ નહીં આ બાળકોમાંથી જેમને ઇન્શ્યૂલિનની જરૂર હતી તેમને ઇન્શ્યૂલિન પણ નિયમિતપણે પૂરા પાડવામાં આવે છે. હાલમાં 150 બાળકોને ઇન્શ્યૂલિન પૂરું પાડીએ છીએ.’ આ પ્રસંગે સંસ્થા દ્વારા એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સિનિયર ડાયાબિટીસ નિષ્ણાત ડો.મોના શાહ, મેરેથોન રનર દિનાબેન પટેલ, નેફ્રોલોજિસ્ટ ડો.શિવાંગી ધરિયાહાજર રહ્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...