ધરપકડ:આર્મીની ઓળખ આપી પોલીસને માર મારનાર બે પૈકી એક ઝડપાયો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પોલીસકર્મીએ 5 દિવસ પછી ફરિયાદ કરતાં શંકા ઉપજી
  • વાઘોડિયા ચોકડી પાસે મારનારા પૈકી જાંબુઆના પાર્થની ધરપકડ

આર્મીના માણસોની ઓળખ આપી પોલીસ જવાનને માર મારવાના કિસ્સામાં પાણીગેટ પોલીસે એકને ઝડપી પાડ્યો છે. બીજી તરફ આખી ફરિયાદ સામે શંકાઓ ઉભી થઇ છે. પાણીગેટ પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદમાં ડભોઇ પોલીસના ગીરીશકુમાર વસાવાએ નોંધાવ્યુ હતું કે, હું અને મિત્ર હિતેશ પાટણવાડીયા 26મીએ બાઈક પર જતાં વાઘોડિયા ચોકડી પુલની નીચેથી બાઈક ઊભી રાખતાં બે ઈસમોએ અહી કેમ ઉભા છો?

કહેતાં અમે પોલીસ કર્મચારીની ઓળખ આપી હતી. એમણે આર્મીના છીએ કહી માર મારી હથિયારથી હુમલો કર્યો હતો. જેમનના મે મોબાઈલમાં ફોટા લીધેલા હોવાથી એમના મિત્રો પાસેથી ઓળખાણ કરતા જામ્બુઆનો પાર્થ પટેલ અને તુષાર વણકર હોવાનુ જણાતાં ફરિયાદ કરતા પોલીસે પાર્થને ઝડપ્યો હતો.​​​​​​​

પોલીસકર્મી હપ્તા માગતો હોવાની શંકા
ડભોઇના પોલીસકર્મી ઉપર હુમલા પાછળનું સાચું કારણ બીજું હોવાની શંકા પોલીસને હતી. પાણીગેટ પોલીસને પાંચ દિવસ બાદ ફરિયાદનું કારણ ગળે ઉતર્યું ન હતું. જેથી પુછતાં પો.કર્મી ગિરીશે જણાવ્યું કે, હુમલા સમયે મે ફોટા પાડી લીધા હતા. શોધખોળ કરતો હતો. સૂત્રો અનુસાર હાઇવે પર પુલની નીચે રહેતા ગરીબો પાસેથી ધમકાવીને હપ્તા વસૂલી માટે આ પોલીસકર્મી દબાણ કરતો હતો. જેથી ગરીબોએ પાર્થ અને તુષાર પાસે મદદ માંગી હતી.

અન્ય સમાચારો પણ છે...