તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કંડારી પાસે એરગન બતાવી 6 લાખની લૂંટ કરનાર બે ભાઈ પૈકી એક પકડાયો

વડોદરા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સુરતના પરિવારને મારી નાખવાની ધમકી આપી દાગીના, રોકડની લૂંટ કરી હતી

ભરુચ વડોદરા હાઇવે પર કંડારી પાસે ઇનોવા કાર ઉભી રાખનારા સુરતના પરિવારને એરગન અને ચાકુ બતાવી 6 લાખના દાગીના સહિતની લૂંટ કરનારા 2 જણા પૈકી એક જણાને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લઇ 4.25 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપીને ઝડપી લઇ એલસીબીએ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

હાઇવેના 150 કિમીના CCTV ફૂટેજ તપાસાયા : 4.25 લાખનો મુદ્દામાલ કબજે
પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ગત 17 માર્ચે સાંજના સમયે સુરતના સંદીપ વાડીવાલ મહેતા પરિવાર સાથે પોતાની ઇનોવા કાર લઇને સુરતથી વડોદરા તરફ જવા નિકળ્યા ત્યારે કંડારી ગામની સીમ પાસેના હાઇવે પર તેમણે પોતાની કાર ઉભી રાખી હતી તે સમયે બે શખ્સ બાઇક લઇને ધસી આવ્યા હતા અને સંદીપ મહેતાને એરગન અને ચાકુ બતાવી ઝઘડો કર્યા બાદ મારી નાખવાની ધમકી આપી પરિવાર પાસેથી 6 લાખના દાગીના અને રોકડા 7500 રુપીયા મળીને 6,07,500 રુપીયાની મતાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

રેન્જ આઇજી હરિકૃષ્ણ પટેલ અને જીલ્લા પોલીસ વડા સુધીરકુમાર દેસાઇની સુચના મુજબ એલસીબી પીઆઇ ડી.બી.વાળા અને તેમની ટીમે બનાવની ઉંડી તપાસ કરીવર્ણનના આધારે લૂંટારાના સ્કેચ તૈયાર કરાવ્યા હતા અને કરજણથી લઇને તમામ રુટ પર આવેલી હોટેલો, કંપનીઓના કેમેરા તથા હાઇવે ઓથોરીટીના કેમેરા અને ટોલનાકાના કેમેરાના ફુટેજ ચેક કર્યા હતા. પોલીસે 150 કિમીના ફુટેજ ચેક કરી તપાસ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે શ્રવણ રમેશ ઓડ અને અશોક રમેશ ઓડ (બંને રહે, ધોળકા) એ આ લૂંટ કરી હોવાનું જણાતા પોલીસની ટીમે ધોળકામાં ઇંટોના ભઠ્ઠાના પડાવમાં દરોડો પાડતાં શ્રવણ ઓડ પકડાઇ ગયો હતો. તેણે તેના ભાઇ અશોક સાથે લૂંટ કરી હોવાની કબુલાત કરી હતી પોલીસે ખંજર અને એરગન તથા 10 હજાર રોકડા તથા દાગીના અને બાઇક મળીને 425190 રુપીયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

બંને લૂંટારા સગા ભાઇ અને રીઢા ગુનેગાર
પોલીસે જણાવ્યું હતું કે શ્રવણ અને અશોક સગા ભાઇ છે અને હાઇવે પર લોકોને ચપ્પુ અને એરગન બતાવી લૂંટી લેવાની એમઓ ધરાવે છે. બંનેએ સાત માસ પહેલા અમદાવાદના બાવળામાં પણ બોલેરો ઉભી રખાવી લૂંટ કરી હતી જયારે અશોક સામે સુરત શહેર જીલ્લામાં 6 ગુના, વડોદરામાં 1 ગુનો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં 1 ગુનો નોંધાયો છે પોલીસે અશોકને પકડી પાડવા ઉંડી શોધખોળ શરુ કરી હતી. રેન્જ આઇજી હરિકૃષ્ણ પટેલ અને જીલ્લા પોલીસ વડા સુધીરકુમાર દેસાઇની સુચના મુજબ એલસીબી પીઆઇ ડી.બી.વાળા અને તેમની ટીમે બનાવની ઉંડી તપાસ કરીવર્ણનના આધારે આરોપીને શોધવા માટે ગહન તપાસ હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો