તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાહન ચાલકોને અસર:સાૈથી લાંબા બ્રિજને વધુ એક મંદિર-ઝાડ નડ્યું, ત્રણ મહિનાના વિલંબની શક્યતા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ સર્વિસ રોડમાં હનુમાનજી મંદિર અડચણ હોવાના િવવાદ બાદ હવે રોકસ્ટાર સર્કલનું મંદિર નડતર રૂપ, 4 મહિનાથી કામ બંધ, 50 હજાર વાહન ચાલકોને અસર

ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના સાડા ત્રણ કિમી લંબાઇના બની રહેલા ફ્લાયઓવરની કામગીરીને વિલંબનું ગ્રહણ લાગ્યું છે અને તેના કારણે મૂળ સમયમાં પણ હજી 3 મહિનાનો વિલંબ થાય તેવી શક્યતા જોવામાં આવી રહી છે.222 કરોડના ખર્ચે ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીનો ફ્લાયઓવર બનાવવા માટે પાલિકાએ ઓક્ટોબર 2017માં વર્ક ઓર્ડર આપ્યો હતો. જે 3 વર્ષમાં પૂરી કરવાનો લક્ષ્યાંક હતો, તે મુજબ માર્ચ 2022 સુધીમાં પ્રોજેક્ટ પૂરો થઈ જશે તેવું મનાતું હતું.

એટલું જ નહીં સ્થાયી સમિતિના અધ્યક્ષે તો બજેટ બેઠકમાં ફેબ્રુઆરી 2022 સુધીમાં ફ્લાયઓવર તૈયાર થઈ જશે તેવી જાહેરાત પણ કરી દીધી હતી.જોકે કોરોનાકાળ અને લોકડાઉનના કારણે લગભગ 58 દિવસ સુધી કામગીરી થઇ શકી ન હતી. હાલમાં ફરી કામગીરી ચાલી રહી છે. આ રૂટ પર રોજ 50 હજારથી વધુ વાહનો પસાર થઈ રહ્યા છે. આ પ્રોજેક્ટ માટે હજુ સરકારે પૂરતી ગ્રાન્ટ ફાળવી નથી અને 100 કરોડથી વધુનો બોજો પાલિકાની તિજોરી પર પડે તેવી સ્થિતિ ઊભી થઇ રહી છે.

હાલમાં શાસ્ત્રી બ્રિજ પાસે નવા બ્રિજની કામગીરીનું બોર્ડ મૂકાયું છે, તેમાં કામ પૂર્ણ કરવાની તારીખ 17, ઓક્ટોબર, 2022 બતાવાઈ છે. અલબત્ત જેપી રોડ પરના રોક સ્ટાર સર્કલ પાસે ભાથુજીનું નાનું મંદિર અને ઝાડ છે અને આ સર્વિસ રોડ સહિતની કામગીરીમાં અવરોધરૂપ છે તેવું કારણ બ્રિજ બનાવનાર કોન્ટ્રાક્ટર રણજીત બિલ્ડકોન તરફથી મ્યુ. કમિશનરને લેખિતમાં અપાયું છે અને તેના કારણે 1 એપ્રિલથી કામગીરી બંધ છે. તેવી જ રીતે મનીષા ચોકડી પાસે પણ ટ્રાફિક ડાઇવર્ઝન ન આપવાના કારણે સ્પાનની કામગીરી બે માસથી બંધ છે અને આ કામગીરી થતા 3 મહિનાનો સમય લાગી શકે છે તેમ પણ ખાસ ઉલ્લેખ કરાયો છે. આ સંજોગોમાં ફલાયઓવરની કામગીરી મૂળ સમય મુજબ પૂરું થઈ શકે તેમ લાગી રહ્યું નથી.

સમયસર કામ ન થાય તો મોડું થઈ શકે
ફ્લાયઓવરનું 55 ટકા કામ પૂરું થઈ ગયું છે. જોકે કેટલાક અવરોધ છે. જેથી ખાસ કરીને રોકસ્ટાર સર્કલ અને મનીષા ચોકડી પાસે કામ અટક્યું છે. કામ 2થી 4 માસથી બંધ છે ત્યારે પ્રોજેક્ટમાં ત્રણેક માસનો વિલંબ થવાની શક્યતા છે. > રવિ પંડ્યા, કાર્યપાલક ઇજનેર (બ્રિજ)

અન્ય સમાચારો પણ છે...