રાહત:પાદરામાં કોવિડની સારવાર માટે વધુ એક હોસ્પિટલને મંજૂરી મળી, હવે નગરમાં કોવિડ હોસ્પિટલની સંખ્યા વધીને પાંચ થઈ

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વધુ 52 બેડ તૈયાર કરાતા કુલ સંખ્યા 122ની થઇ: સુપર સ્પ્રેડર શોધવા ઝુંબેશ શરૂ કરાઇ, પ્રથમ િદવસે 42 લોકોનું સ્ક્રિનિંગ

શુક્રવારે કલેક્ટર શાલિની અગ્રવાલ દ્વારા પાદરાની મુલાકાત લઈને કોવિડની સારવાર માટે વધુ એક હોસ્પિટલની મંજૂરી આપી હતી. આ ઉપરાંત ઓક્સિજનની સુવિધા સાથેના 40 બેડ તૈયાર કરવાની પણ સુચના અપાઈ હતી. જેથી પાદરામાં કુલ 122 બેડ કોવિડના દર્દીઓ માટે ઉપલબ્ધ બનશે. કોવિડ સારવારની સુવિધાઓને ચકાસવા માટે શુક્રવારના રોજ જિલ્લા કલેક્ટરે પાદરાની મુલાકાત લીધી હતી. પાદરામાં તેમને એક નવી હોસ્પિટલને કોવિડની સારવાર માટે મંજુરી આપી હતી. જ્યારે વધુ એક હોસ્પિટલમાં ત્રણ દિવસમાં તમામ તૈયારીઓ પુરી થતા કોવિડની સારવાર ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું હતું. આમ હવે પાદરામાં કોવિડ હોસ્પિટલની સંખ્યા 5 થઈ છે. બીજી તરફ પાદરાના માન્ય દવાખાનાઓમાં ઉપલબ્ધ 70 બેડની સંખ્યા વધીને 122 બેડની થઈ છે.52 નવા વધારવામાં આવેલા બેડમાં 40 બેડ ઓકસિજન આપવાની સુવિધા ધરાવે છે.

આ ઉપરાંત વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલની સૂચનાથી પાદરામાં સુપર સ્પ્રેડરની રોકથામ માટે આરોગ્ય ચકાસણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના અનુસંધાને પાદરા APMCની મુલાકાત લઈને વેપારીઓ, ખેડૂતો અને ગ્રાહકો, અન્ય લોકોની સઘન આરોગ્ય ચકાસણીની કામગીરીનું નિરીક્ષણ કરીને વધુ અસરકારક બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું. આ અભિયાન હેઠળ પ્રથમ દિવસે 42 લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી એ જણાવ્યું હતું કે, કોવિડ વિષયક વિવિધ પ્રકારના ટેસ્ટ સહિત આરોગ્ય ચકાસણીની કામગીરી 10 દિવસ સુધી કરવામાં આવશે. તાવ માપવાની સાથે ઓક્સિમિટર દ્વારા ઓક્સિજનના પ્રમાણની ચકાસણી કરવામાં આવી રહી છે. જરૂરી દવાઓ આપવાની વ્યવસ્થા છે. કોવિડની સાથે ડાયાબિટીસ, હાયપરટેન્શન જેવા અન્ય રોગોની ચકાસણી પણ કરવામાં આવી રહી છે. ઉલ્લ્ેખનીય છે કે પાદરા નગરમાં અને આસપાસના ગામોના કોવિડના દર્દીઓને પાદરામાં સારવાર અપાય છે.

અન્ય સમાચારો પણ છે...