તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજપીપળા:નર્મદા જિલ્લામાં વધુ એક કોરોના વોરિયર્સનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પોલીસે બોર્ડરો પર કડક ચેકિંગ હાથ ધર્યું

રાજપીપળા10 મહિનો પહેલા
 • કોમ્યુનિટી હેલ્થ ઓફિસરનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી
 • 12 દર્દીઓ કોરોના મુક્ત થયા બાદ આજે 13મો કેસ પોઝિટિવ આવ્યો
 • બોર્ડર પરથી નર્મદા જિલ્લામાં પ્રવેશતા લોકોને પરત મોકલવામાં આવ્યા

નર્મદા જિલ્લામાં કોરોના વાઈરસના 12 પોઝિટિવ દર્દીઓ સાજા થયા બાદ આજે વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. કોમ્યુનિટી હેલ્થ ઓફિસરનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ છે. જેને પગલે નર્મદા જિલ્લામાં આવતી તમામ ચેકપોસ્ટો પર કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જો નર્મદા જિલ્લાનો પાસ હોય તો જ પ્રવેશ આપવામાં આવશે. બાકી કોઇ પણ વ્યક્તિને નર્મદા જિલ્લામાં એન્ટ્રી આપવા દેવામાં આવતી નથી. નર્મદા જિલ્લો કોરોના મુક્ત થયા બાદ કેટલીક છૂટછાટ આપવામાં આવી હતી પણ કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયા બાદ હવે તંત્ર હવે અટકાવી શકે છે. 
નર્મદા જિલ્લાની બોર્ડરો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
કોરોના વાઈરસનું સંક્રમણ અટકાવવા એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અવરજવર જિલ્લા કલેક્ટર ની સૂચનાથી બંધ કરવામાં આવ્યું છે. નર્મદા જિલ્લાની સરહદી ચેકપોસ્ટ અને બ્રિજ પરથી લોકો બેરોકટોક ન ઘુસી જાય એ માટે નર્મદા જિલ્લા જિલ્લા પોલીસ વડા દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરમિશન ન હોવા છતાં નર્મદા જિલ્લાના અમુક અધિકારીઓ વડોદરાથી નર્મદામાં અપડાઉન કરતા હોવાની બુમો ઉઠી હતી. નર્મદા જિલ્લાનું વાતાવરણ ન બગડે એ માટે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહે પી.એસ.આઈ કે.કે પાઠકને વડોદરા અને નર્મદા જિલ્લાને જોડતા પોઈચા બ્રિજ પર બંદોબસ્તમાં ગોઠવ્યા છે. હવે શનિવાર-રવિવારની રજા હોવાથી સોમવારે અન્ય જિલ્લાના વિવિધ શાખાના અધિકારીઓ નર્મદામાં પોતાની ફરજ પર આવતા હોય છે, જેથી પી.એસ.આઈ કે.કે પાઠક, આર.ટી.ઓ અધિકારી પી.વી.પટેલ અને એમની ટીમે સોમવારે વેહલી સવારથી જ પોઇચા બ્રિજ પરથી આવતા પરમિશન વગર પ્રવેશ કરતા અન્ય જિલ્લાના ખાનગી બેન્કના અધિકારીઓ, ફોરેસ્ટ વિભાગ, પોલીસ વિભાગ સહિત અન્ય શાખામાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓને અટકાવી ત્યાંથી જ પાછા મોકલ્યા હતા. તો બીજી બાજુ જેને માસ્ક ન પહેર્યું હોય એને ઉઠક બેઠક કરાવી સબક શીખવ્યો હતો.

(અહેવાલઃ પ્રવિણ પટવારી, રાજપીપળા)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો