• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • One More Complaint Has Been Registered Against Bhejabaj Who Hired And Hired Vehicles, So Far More Than 10 Complaints Have Been Registered In Vadodara

છેતરપિંડી:વડોદરામાં વાહનો ભાડે રાખીને પડાવી લેનાર ભેજાબાજ સામે વધુ એક ફરિયાદ, અત્યાર સુધીમાં 10થી વધુ ફરિયાદો નોંધાઇ ચૂકી છે

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
માંજલપુર પોલીસ સ્ટેશન(ફાઇલ તસવીર) - Divya Bhaskar
માંજલપુર પોલીસ સ્ટેશન(ફાઇલ તસવીર)
  • ગાડી ભાડે રાખી ભાડું નહીં ચૂકવીને ગાડી અન્યને વેચી મારી હતી

વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં લોકોનાં ફોર વ્હીલર ભાડે રાખવાના બહાને લીધા બાદ વાહન પરત ના કરી કે, તેમને ભાડું પણ ના ચૂકવીને વાહનો વેચી મારી છેતરપિંડી કરનારા અશ્વિન પટેલ વિરુદ્ધ વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ પ્રકારની છેતરપિંડી આચરવાના 10થી વધુ ગુના અશ્વિન પટેલ સામે અત્યાર સુધી વડોદરા શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નોંધાઇ ચૂક્યા છે.

સોશિયલ સાઇટથી ભેજાબાજે સંપર્ક કર્યો
વડોદરાના તરસાલી વિસ્તારના રહેવાસી હરસીમરનસિંગ ખુરાના ખંડેરાવ માર્કેટ સ્થિત નાનક વાડી ગુરુદ્વારા ખાતે સિસ્ટમ મેનેજર તરીકે નોકરી કરે છે. તેઓએ વર્ષ-2020 દરમિયાન ટાટા મેજીક ગાડી સેકન્ડમાં ખરીદ્યા બાદ સોશિયલ સાઇટ પર પર વેચાણ અર્થે મૂકી હતી. જે થકી અશ્વિન પરસોત્તમભાઈ પટેલ(રહે, સાઈ દર્શન સોસાયટી, માંજલપુર, વડોદરા)એ સંપર્ક સાધ્યો હતો અને ગાડી ભાડે મેળવવાની વાતચીત કરી હતી. જેથી પ્રતિમાસ 10 હજાર ભાડા લેખે 11 મહિનાના ભાડાકરારની નોટરી કરાવી હતી.

ભાડા પેટે આપેલો 1.30 લાખનો ચેક રિટર્ન થયો
આ દરમિયાન અશ્વિન પટેલે ભાડા પેટે આપેલો 1.30 લાખનો ચેક રિટર્ન થયો હતો. માર્ચ 2021થી આજદિન સુધી ભાડું નહીં આપીને ટાટા મેજીક ગાડી બાબતે પૂછતાં સંતોષકારક જવાબ આપ્યો ન હતો. અશ્વિન પટેલે વાહનો બારોબાર વેચી દીધા હોવાના સમાચાર પ્રકાશિત થતાં પોતે છેતરપિંડીનો શિકાર બન્યા હોવાથી માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે અશ્વિન પટેલ વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.

અન્ય સમાચારો પણ છે...