વ્યવસ્થા:પીએમની સુરક્ષા માટે એક મિનિટનો ખર્ચ રૂં.11,263

વડોદરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસપીજી સુરક્ષા વ્યવસ્થા સંભાળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વડોદરામાં પ્રથમ કાર્યક્રમ 18 જૂને યોજાનાર છે. જેમાં સુરક્ષા માટે એસપીજી કમાન્ડો તૈનાત રહેશે. પીએમ એક મિનિટની સુરક્ષાનો ખર્ચ રૂા.11,263, એક કલાકનો ખર્ચ રૂા.6.75 લાખ થશે.

એસપીજીની સુરક્ષા કેવી હોય છે? :
પીએમની સુરક્ષાની જવાબદારી એસપીજીની હોય છે, પીએમ જયાં જાય છે ત્યાં એસપીજીના ચુનંદા નિશાનેબાજ તૈનાત રખાય છે.જે MNF-2000 એસોલ્ટ રાઈફલ સહિતના વેપનથી સજ્જ હોય છે.

પીએમ ફરતે એસપીજી ઘેરો કેવો રહેશે? :
એસપીજી કમાન્ડોની સુરક્ષા ચાર સ્તરની હોય છે પહેલા લેયરમાં એસપીજીના 24 કમાન્ડો પીએમની સુરક્ષામાં તૈનાત રહેશે.પીએમ બુલેટ પ્રુફ કારમાં સવાર હોય છે. સાથે એમ્બ્યુલન્સ અને જામર હોય છે.

નિયત રૂટ ઉપરાંત વૈકલ્પિક રસ્તો પણ રખાશે :
એસપીજી સાથે એક સમયે સંકળાયેલા અધિકારીએ જણાવ્યું હતું કે ‘ શહેર પોલીસ પણ પીએમના કાફલાનો ભાગ હોય છે અને રુટ ઉપરાંત એક વૈકલ્પિક રસ્તો પણ તૈયાર રખાય છે.

5000 પોલીસ જવાનોનું સુરક્ષા કવચ રહેશેે:
શહેર પોલીસ કમિશનર સમશેરસિંઘે જણાવ્યું હતું કે પીએમના બંદોબસ્તમાં બે આઈજી કક્ષાના અધિકારી અને 15 ડીસીપી-એસપી સાથે 5000 કરતાં વધુ પોલીસ જવાનોનું કવચ રખાશેે.

અન્ય સમાચારો પણ છે...