તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પ્રવાસ:મિનિ વેકેશન માણવા એક લાખ લોકો ટુર પર ઊપડ્યા

વડોદરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શનિ-રવિ-જન્માષ્ટમીની રજા સાથે આવી
  • ટ્રાવેલર્સની 35 બસ ઉજ્જૈન-સોમનાથ રવાના

જનમાષ્ટમી પર શનિ-રવિ-સોમ ત્રણ દિવસની રજા મળતાં શહેરીજનો ફરી કોરોનાને ભૂલી ફરવા નીકળ્યા છે. શહેરમાંથી એકથી દોઢ લાખ લોકો ઉજ્જૈન, દ્વારકા, સોમનાથ, કુંભલગઢ અને ઉદેપુર ફરવા ગયાનું ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા જાણવા મળ્યું છે.

આ અંગે વેદાંશી ટ્રાવેલ્સના સુનિલ સોનીએ જણાવ્યા મુજબ શહેરમાંથી ઉજ્જૈન, ઓમકાર માટે 13 બસ રવાના થઇ છે, જ્યારે દ્વારકા-સોમનાથ માટે 18 બસ રવાના કરાઈ છે. ધાર્મિક પ્રવાસ સાથે અત્યારે સૌથી પ્રચલિત કુંભલગઢ અને ઉદેપુર છે, જ્યાં રહેવાની પણ વ્યવસ્થા મળતી નથી એ પ્રકારે હોટલો ફુલ થઈ છે. જ્યારે પોતાના વાહન દ્વારા પ્રવાસ કરતા લોકો શ્રીનાથજી અને ગોકુળ-મથુરા જેવાં ધાર્મિક સ્થળોએ પણ જન્માષ્ટમીની ઉજવણી કરવા પરિવાર સાથે ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

બીજી તરફ વડોદરા એસટી ડિવિઝન દ્વારા જન્માષ્ટમી નિમિત્તે રાજકોટ અને અમરેલી માટે વધુ બે -બે બસ મૂકાઈ છે. આ સાથે ડેપોમાં મુસાફરોની સંખ્યા થાય તે મુજબ એક્સ્ટ્રા બસો મૂકવાની પણ સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...