આત્મહત્યા:કોરોનામાં એક નોકરી છૂટી,બીજી ઓછા પગારે મળતા આર્થિક ભીંસમાં આપઘાત

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખાનગી કંપનીમાં નોકરી કરતા મકરપુરાના યુવકનો ગળે ફાંસો ખાઇ લીધો
  • વાસણા રોડના રિકશાચાલકે અગમ્ય કારણોસર ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું

મકરપુરા ડેપો પાછળ રહેતા ખાનગી કંપનીના કર્મચારીએ આર્થિક ભીંસમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટૂંકાવ્યુ હતું. તેણે લખેલી સુસાઇડ નોટમાં કોઈનો વાંક નથી તેવો ઉલ્લેખ કર્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર મકરપુરા ડેપો પાછળ આવેલા શિવ શક્તિનગરમાં રહેતા 32 વર્ષના ગજેન્દ્રભાઈ ઠાકોર મકરપુરા જીઆઇડીસીની ખાનગી કંપનીમાં હેલ્પર તરીકે નોકરી કરતા હતા. અગાઉ કોરોના કાળમાં તેની નોકરી છૂટી ગઈ હતી. ત્યારબાદ તે જે નોકરી પર લાગ્યો હતો ત્યાં પગાર ઓછો હોવાથી તેને ઘર ચાલવવામાં પરેશાની થતી હતી. પગાર ઓછો હોવાના કારણે તેમની પત્ની પણ નોકરી કરતી હતી. મંગળવારે બપોરે તે નોકરી પરથી ઘરે પરત આવ્યો હતો અને ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. સાંજે નોકરી પરથી ઘરે પરત આવેલી પત્નીએ ગજેન્દ્રભાઈને ગળેફાંસો ખાધેલી હાલતમાં જોતા ચોંકી ઉઠ્યા હતા.

જયારે બીજા બનાવમાં વાસણા રોડ પર આવેલા સાંઇનાથ વુડાના મકાનમાં રહેતા 42 વર્ષના સંતલાલ સોનવણે રિકશા ચલાવી ગુજરાન કરતા હતા. મંગળવારે તેમેણે ઘરમાં ફાંસો ખાઇ જીવન ટૂ઼ંકાવ્યું હતું. તેમણે બેંકમાંથી લોન લીધી હતી. જેથી કેટલાક સમયથી તણાવમાં રહેતા હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે અા અંગે વધુ તપાસ હાથ ધરી છે.

હું જાવ છું... યુવકની અંતિમ ચિઠ્ઠી મળી
પોલીસની તપાસમાં મકાનમાંથી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં હું જાવ છું, પત્નીને કોઈ તકલીફ ન આપતા, આમાં કોઈનો વાંક નથી. ચિઠ્ઠીમાં માતાને ઉદ્દેશીને લખવામાં આવ્યું હતું કે તમે ટેન્શન લેશો નહી, પત્નીને પણ ટેન્શન આપશો નહી. તેનો આમાં કોઈ વાંક નથી.

અન્ય સમાચારો પણ છે...