તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:મ્યુકોરમાઇકોસિસના નવા 9 કેસ સારવાર દરમિયાન એકનું મોત

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં એક જ દિવસમાં 50 સર્જરી
  • બંને હોસ્પિટલમાંથી બુધવારે વધુ 10 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

બુધવારે શહેરમાં મ્યુકોરમાઈસીસના નવ કેસ નોંધાયા હતાં,જયારે સારવાર દરમિયાન એક દર્દીનું મોત નિપજયું છે.સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં મ્યુકોરમાઇકોસીસના 9 નવા કેસ દાખલ થયા છે. જ્યારે વધુ એક દાખલ દર્દીનું મોત નીપજ્યું છે. બુધવારે કુલ 50 ઓપરેશન કરાયા હતા. જેમાં એક દર્દીની આંખનો ડોળો દૂર કરાયો છે. બુધવારે વધુ 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. ા સયાજી હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં વધુ 6 દર્દીઓ દાખલ થયા છે. ssg માં બુધવારે વધુ 15 દર્દીઓના બાયોપ્સી લેવાઇ હતી જેને તપાસ અર્થે મોકલાઇ છે.

જ્યારે 27 સર્જરી કરાઇ હતી. આ સર્જરીમાં એક દર્દીનો આંખનો ડોળો દૂર કરાયો હતો. જ્યારે હોસ્પિટલમાંથી 5 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા હતા. ગોત્રી હોસ્પિટલમાં પણ આજે 3 કેસ નવા નોંધાયા છે. બુધવારે ગોત્રીમાં મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની 23 સર્જરી કરવામાં આવી હતી. તદુપરાંત 7 બયોપ્સીને તપાસ અર્થે મોકલાઈ હતી. ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક દર્દીનું મોત નીપજ્યું હતું. જ્યારે 5 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.ગોત્રી અને સયાજી હોસ્પિટલમાં સુવિધા વધારવા માટે તંત્ર દ્વારા વ્યાપક પ્રયાસો હાથ ધરાયા છે.

બરોડા મેડિકલ કોલેજમાં 1 વર્ષમાં દોઢ લાખ ટેસ્ટ
બરોડા મેડિકલ કોલેજની પેથોલોજી વિભાગ દ્વારા છેલ્લા 1 વર્ષ દરમિયાન કોરોનાના અંદાજે 30 હજારથી વધુ દર્દીઓના દોઢ લાખ જેટલા વિવિધ ટેસ્ટ કરાયા છે.વિભાગની હિસ્ટોપેથોલોજી લેબોરેટરી દ્વારા મ્યુકરની સારવાર માટે 500 થી વધુ બાયોપ્સીના ટેસ્ટ પણ કરાયા છે. મેડિકલ કોલેજના ડીન ડો.તનુજા જાવડેકરે જણાવ્યું હતું કે, પેથોલોજી વિભાગ દ્વારા છેલ્લા એક વર્ષમાં અંદાજે 30 હજાર થી વધુ દર્દીઓના દોઢ લાખથી વધુ વિવિધ પ્રકારના ટેસ્ટ કર્યા છે.જેમાં કમ્પલિટ બ્લડ સેલ કાઉન્ટ, પેરિફેરલ સ્મિયર,બોડી ફ્લુઇડ અને કો ઓગ્યુલેસન ટેસ્ટ નો સમાવેશ થાય છે.

આ રિપોર્ટ તબીબો દ્વારા 2 થી 3 કલાકમાં આપી દેવામાં આવ્યાં હતાં. પેથોલોજી વિભાગ મ્યુકરની સારવાર માટે બાયોપ્સી રિપોર્ટ પણ આપી રહ્યો છે. મ્યુકરની સારવાર માટે હિસ્ટોપેથોલોજી પ્રયોગશાળાએ 500 થી વધુ બાયોપ્સી પરીક્ષણો કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...