તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મૃતક પોલીસ કર્મીઓને મદદ:વડોદરામાં કોરોનામાં મૃત્યુ પામેલા 4 પોલીસ કર્મચારીઓના પરિવારોને એક કરોડની સહાય, બાળકોના અભ્યાસમાં પણ મદદ કરાશે

વડોદરા7 દિવસ પહેલા
 • કૉપી લિંક
પો.કમિશનર દ્વારા સહાયના ચેક અપાયા હતા. - Divya Bhaskar
પો.કમિશનર દ્વારા સહાયના ચેક અપાયા હતા.
 • પોલીસ કમિશનરે મૃત કર્મચારીના પરિવારજનોને 25-25 લાખના ચેક આપ્યા

કોરોનામાં મૃત્યુ પામેલા 4 પોલીસ કર્મચારીના પ્રત્યેક પરિવારોને મંગળવારે પોલીસ કમિશનર ડો.શમશેરસિંગે 25 લાખની સહાયની ચુકવણી કરી હતી. મૃતક પોલીસ કર્મીઓના પરિવારને કોઇ પણ પ્રકારની મદદની જરૂર હોય કે બાળકના અભ્યાસ કે નોકરીની જરૂર હોય તો સંપર્ક કરવા પણ પોલીસ કમિશનર દ્વારા જણાવાયું હતું.

પ્રત્યેક પોલીસ અધિકારીના પરિવારને 25 લાખ અપાશે
કોરોનાથી ટ્રાફિક શાખાના અરવિંદભાઇ ખોડાભાઇરાજ, મકરપુરા પોલીસના નગીનભાઇ મોતીભાઇ વાળંદ, એમટી શાખાના ગોવિંદભાઇ ઇશ્વરભાઇ રણા અને પાણીગેટ પોલીસ સ્ટેશનના ચીમનભાઇ રામાભાઇ રોહિતનું અવસાન થયું હતું. પ્રત્યેક પોલીસ કર્મીના પરિવારની 25 લાખની સહાય મંજૂર થતાં પો.કમિશનર ડો.શમશેરસિંગે સહાયની 25 લાખની ચુકવણી કરી હતી. 4 પોલીસ કર્મીના પરિવારને 1 કરોડની સહાય ચૂકવાઇ હતી.

વધુ લાભ મળે તેવા પ્રયાસ
સરકારની ફ્ર્ન્ટ લાઇન વોરીયર્સના મૃત્યુના કિસ્સામાં 25 લાખની સહાય કરવાની યોજના છે, જેથી શહેર પોલીસના 4 પોલીસ કર્મીના પરિવારને લાભ મળે તેવા પ્રયાસ કરાયા હતા અને મંગળવારે તમામને 25 લાખની સહાય કરાઇ છે. તેમને કોઇ મદદની જરૂર હોય તો સંપર્ક કરવા જણાવ્યું હતું. આ પરિવારને વધુ બેનિફિટ મળે તેવા પ્રયાસ કરાશે > ડો.શમશેરસિંગ, પોલીસ કમિશનર

40 જવાન સંક્રમિત
કોરોનાની નવી ઊભી થયેલી સ્થિતિમાં ફરજ બજાવી રહેલા 40 પોલીસ કર્મી સંક્રમિત થયા છે. આ પોલીસ કર્મીની હોમ આઇસોલેશનમાં, 2 કર્મીને હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે. કોરોનાની કામગીરી કરતા પોલીસ કર્મીઓને મદદની ખાતરી અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો