કોરોના વડોદરા LIVE:આજે 2642 ટેસ્ટમાં એક કેસ મળ્યો, કુલ 71,448 લોકો કોરોનાને માત આપી, 100 ટકા રસીકરણનું લક્ષ્યાંક સાથે અભિયયાન

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોનાને કાબૂમાં રાખવા તંત્ર દ્વારા વેક્સિનેશનની કામગીરી વધારી દીધી છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
કોરોનાને કાબૂમાં રાખવા તંત્ર દ્વારા વેક્સિનેશનની કામગીરી વધારી દીધી છે.(ફાઈલ તસવીર)
  • કોરોનાના 11 એક્ટિવ દર્દીઓ પૈકી એકને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,082 ઉપર પહોંચી ગયો છે. આજે 2642 ટેસ્ટમાંથી 1 કેસ પોઝિટિવ આવ્યો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 71,448 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. છેલ્લા 36 કલાકમાં કોરોનાનો માત્ર એક જ દર્દી નોંધાયો હતો. 2642 કોરોનાના નમૂનાઓના ટેસ્ટિંગમાં માંજલપુરમાંથી એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

36 લોકોને ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યાં છે
હાલમાં કોરોનાના 11 એક્ટિવ દર્દીઓ પૈકી એકને ઓક્સિજન પર રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત હાલમાં વડોદરા શહેર-જિલ્લામાં 5000થી વધુ ઉપલબ્ધ કોરોના બેડ પૈકી 4 પર જ કોરોનાના દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. આજે 2ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. હાલમાં 36 લોકોને ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યાં છે. છેલ્લા 24 કલાકમાં મ્યુકોરમાઇકોસિસનો એક પણ કેસ નવો નોંધાયો ન હતો. જ્યારે એસએસજી ખાતેથી એક દર્દીને રજા આપવામાં આવી હતી. હાલમા એસએસજીમાં 13 અને ગોત્રીમાં 4 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

86 ટકા લોકોએ પહેલો ડોઝ લીધો
નવરાત્રીના પ્રારંભ સાથે જ ઉત્સવપ્રિય વડોદરાના ખેલૈયાઓ શેરી ગરબાની મોજ માણવાનું શરૂ કર્યું છે, ત્યારે શેરી ગરબામાં પ્રવેશ માટે જરૂરી રસીનો પ્રથમ ડોઝ લેનાર પૈકીના 64 ટકા ઉપરાંત લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે. 18થી 44 વયજૂથમાં 7,34,982 યુવાનોએ રસીનો પ્રથમ ડોઝ લીધો છે, જ્યારે 3,85,608 લોકોએ રસીનો બીજો ડોઝ લીધો છે. આ મુજબ યુવાનોમાં થયેલા રસીકરણના 52.46% લોકો ફુલ્લી વેક્સિનેટેડ થયા છે. બીજી તરફ ગુરુવારે 10,004 લોકોએ રસી મૂકાવી હતી, જેમાં પણ બીજો ડોઝ લેનારાની સંખ્યા 7 હજારથી વધુ નોંધાઇ છે.

કુલ રસીકરણ 22,39,469
ગુરુવારનું રસીકરણ 10,014
પ્રથમ ડોઝ 13,55,158 86.20%
બીજો ડોઝ 8,84,311 56.25%

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,771 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,075 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9677 પશ્ચિમ ઝોનમાં 11,997, ઉત્તર ઝોનમાં 11,794, દક્ષિણ ઝોનમાં 11,802, વડોદરા ગ્રામ્યમાં 26,771 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

આ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા
શહેરઃ માણેજા

અન્ય સમાચારો પણ છે...