તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • One and a half year old Boy Playing In The Backyard Was Death When A Pickup Van Overturned, Locals Vandalized The Vehicle In Vadodara

અકસ્માત:વડોદરામાં ઘર આંગણે રમી રહેલા દોઢ વર્ષના બાળક પર પીકઅપ વાન ફરી વળતા મોત, સ્થાનિકોએ ગાડીની તોડફોડ કરી

વડોદરા3 મહિનો પહેલા
ઘર આંગણે રમતા દોઢ વર્ષના માસુમ પર બોલેરો પીકપવાન ચઢી જતા મોત નીપજ્યું
  • પીકઅપ વાનનો ડ્રાઇવર ફરાર, બાપોદ પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી

વડોદરાના લક્ષ્મીનગરમાં ઘર આંગણે રમતા દોઢ વર્ષના માસુમ પર બોલેરો પીકપવાન ચઢી જતા મોત નીપજ્યું હતુ. જેને પગલે રોષે ભરાયેલા સ્થાનિકોએ પીકઅપવાનની તોડફોડ કરી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર દોડી ગઇ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

રોષે ભરાયેલા લોકોએ પીકઅપ વાનની તોડફોડ કરી
વડોદરાના લક્ષ્મીનગરમાં પોલ્ટ્રી ફાર્મની બોલેરો પીકઅપ વાને અહમદ હાસીમ નામના દોઢ વર્ષના બાળકને ટક્કર મારી હતી. જેમાં બાળકનું મોત થયું હતું. જોકે પીકઅપ વાનનો ડ્રાઈવર વાન છોડી ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. જેને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને રોષે ભરાયેલા લોકોએ પીકઅપ વાનની તોડફોડ કરી હતી. જેને પગલે બાપોદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

રોષે ભરાયેલા સ્થાનિકોએ પીકઅપવાનની તોડફોડ કરી
રોષે ભરાયેલા સ્થાનિકોએ પીકઅપવાનની તોડફોડ કરી

અમને ફક્ત ન્યાય જોઇએ છે
મૃતકના કાકા આસિફઅલીએ જણાવ્યું હતું કે, મારો ભત્રીજો ઘરના આંગણે રમી રહ્યો હતો, ત્યારે પીકઅપ ગાડીના ટાયર ફરી વળ્યું હતું. ગાડીને બ્રેક પણ મારી નહોતી અને મારા ભત્રીજા પર ગડી ચડાવી દીધી હતી. અમને ફક્ત ન્યાય જોઇએ, બીજુ કંઇ જોઇતુ નથી.

રમી રહેલા બાળક પર પોલ્ટ્રી ફાર્મની ગાડી ચડાવી દીધી
સ્થાનિક મહિલાએ જણાવ્યું હતું કે, અહીં રમી રહેલા બાળક પર પોલ્ટ્રી ફાર્મની ગાડી ચડાવી દીધી છે. ગાડીમાં મરઘીઓ ભરેલી હતી. ત્યારબાદ ડ્રાઇવર ભાગી ગયો હતો.

રમી રહેલા બાળક પર પોલ્ટ્રી ફાર્મની ગાડી ચડાવી દીધી
રમી રહેલા બાળક પર પોલ્ટ્રી ફાર્મની ગાડી ચડાવી દીધી
બાપોદ પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી
બાપોદ પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી