તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:દોઢ લાખ લોકોને આજથી રાબેતા મુજબ પાણી મળશે

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

ગ્રેવિટી લાઈનના જોડાણની કામગીરી વહેલી પતી જતાં અડધો કલાક પાણી વિતરણ કરાયું હતું. આજથી રાબેતા મુજબ પાણી વિતરણ કરાશે. સોમવારે 4 પાણીની ટાંકી અને બુસ્ટર વિસ્તારમાં એક સમયનો પાણીનો કાપ મૂકાયો હતો. આજવાના ડેડ સ્ટોરેજનું પાણી ઉપાડવાના કામે ફ્લોટિંગ પોનટુન બેઝ પંપિંગ નેટવર્કનું ગ્રેવિટી લાઇન સાથે જોડાણ કરવાની કામગીરીને પગલે પાણીગેટ, ગાજરાવાડી, નાલંદા, સયાજીપુરા ટાંકી તથા વાઘોડિયા રોડ પર આવેલા સંખેડા દશાલાડ બુસ્ટર અને નંદધામ બુસ્ટરથી પાણી વિતરણ નહીં થઈ શકે તેવી જાહેરાત કરવામાં આવી હતી.

જોકે કામગીરી વહેલી પૂરી થઈ જતાં અડધો કલાક પાણી વિતરણ કરાયું હતું. મંગળવારથી ચાર ટાંકી અને બે બુસ્ટરમાંથી રાબેતા મુજબ પૂરતા પ્રેશરથી પાણી વિતરણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો