જાહેરાત:શહેરના દોઢ લાખ લોકોને 13મીએ પાણી નહિ મળે

વડોદરા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સિંધરોટ મુખ્ય લાઇનના સ્કાવરનું કામ કરાશે
  • માંજલપુર​​​​​​​, GIDC, છાણી રોડના લોકો હેરાન થશે

સિંધરોટ પ્રોજેક્ટની મુખ્ય ફીડર લાઈનની સ્કાવર કરવાની હોવાથી 13મીએ દોઢ લાખ લોકોને પાણી નહિ મળે. જ્યારે સમા ટાંકીના નેટવર્કની લાઈનમાં ફ્લો મીટર અને વાલ્વ બેસાડવાને કારણે 13મીએ સાંજે પાણીનું વિતરણ કરાશે નહિ.

પાણી પુરવઠા શાખા હસ્તકની નવી 1700 મિમી વ્યાસની સિંધરોટ ખાતેની મુખ્ય ફીડર લાઈનની સ્કાવર કરવાની કામગીરી 12મીએ સાંજે પાણી વિતરણ બાદ શરૂ કરાશે. જેથી માંજલપુર, મકરપુરા જીઆઇડીસી ટાંકીથી 13મીએ સવારે અને સાંજે પાણી વિતરણ નહીં કરાય. ઉપરાંત 14મીએ ઓછા પ્રેશરથી અને ઓછા સમય માટે પાણી વિતરણ કરાશે.

આ સિવાય પાણી પુરવઠા ઈલેક્ટ્રિક અને મિકેનિકલ શાખા હસ્તકના સ્કાડા ફેઝ-2 અંતર્ગત સમા ટાંકીની મુખ્ય ડિલિવરી લાઇન પર ફ્લો મીટર અને વાલ્વ બેસાડાશે. જેને પગલે રવિવારે સમા ટાંકીથી ફતેગંજના સાંજે તથા છાણી નવાયાર્ડ રોડ તરફ, હીરો હોન્ડા શોરૂમની આસપાસના વિસ્તારમાં સાંજે પાણી વિતરણ નહિ થાય. ત્રણેય ટાંકીના દોઢથી બે લાખ લોકો હેરાન થશે.

અન્ય સમાચારો પણ છે...