તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:આજે સાંજે 7 વિસ્તારોના દોઢ લાખ લોકોને પાણી નહીં મળે, ગ્રેવિટી લાઇનના જોડાણની કામગીરી હાથ ધરાશે

વડોદરા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • પાણીગેટ, વાઘોડિયા રોડ, ગાજરાવાડી, નાલંદા ટાંકીને અસર

શિયાળામાં પાણીના વપરાશ પર બ્રેક વાગતી હોવાથી પાલિકા અને પાણી પુરવઠા વિભાગ મોટાભાગની કામગીરી પૂરી કરવાનું આયોજન કરી રહી છે. જેના ભાગરૂપે સોમવારે સાંજે 4 પાણીની ટાંકી અને બે બુસ્ટર વિસ્તારમાં પાણી કાપ મૂકાયો છે.આજવાના ડેડ સ્ટોરેજનું પાણી ઉપાડવાના કામે ફ્લોટિંગ પોનટુન બેઝ પંપિંગ નેટવર્કનું ગ્રેવિટી લાઇન સાથે જોડાણ કરવાનો નિર્ણય લેવાયો હતો. પાણીને 900 ડાયાને ગ્રેવિટી લાઇન સાથે જોડાણ કરવાની કામગીરી પાલિકા દ્વારા સોમવારે હાથ ધરાશે,

જેને કારણે સોમવારે સાંજે પાણીગેટ ટાંકી, ગાજરાવાડી ટાંકી, નાલંદા ટાંકી, સયાજીપુરા ટાંકી તથા વાઘોડિયા રોડ ઉપર આવેલા સંખેડા દશાલાડ બુસ્ટર અને નંદધામ બુસ્ટર થી પાણી વિતરણ કરાશે નહીં. પાલિકાની આ કામગીરીના પરિણામે સોમવારે પાણીગેટ, દાંડિયા બજાર રોડ ,ચાર દરવાજા, ગાજરાવાડી, સયાજીપુરા,ખોડિયાર નગર,વાઘોડિયા રોડ અને તેની આસપાસના ભાગના દોઢ લાખ લોકોને સાંજે પાણી મળશે નહીં. મંગળવાર સુધીમાં આ કામગીરી પૂર્ણ થાય તેવો અંદાજ છે. ત્યારબાદ મંગળવાર પૂરતું પાણી લો પ્રેશરથી વિતરણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો