તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરસાદી માહોલ:શહેરમાં રાતે ગાજવીજ અને પવન સાથે 1 કલાકમાં દોઢ ઈંચ વરસાદ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવસભર વાદળો ઘેરાયા બાદ મોડી રાત્રે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
  • નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં, મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી નોંધાયું

શહેરમાં આખો દિવસ વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલીક જગ્યાએ રાત્રે 10 વાગ્યાથી અચાનક વાદળો ઘેરાતાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થતાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવવાનું શરૂ થયું હતું. માત્ર એક કલાકમાં અંદાજે 1.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

રવિવારના રોજ દિવસભર વાદળો ઘેરાયા બાદ રાત્રે અચાનક તોફાની પવન સાથે વરસાદ ખાબક્યો હતો. જેને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. માત્ર 1 કલાકના ગાળામાં વરસેલા દોઢ ઈંચ વરસાદથી શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. જોકે શહેરમાં કોઈ ઝાડ પડવાની કે વીજળીનો થાંભલો પડવાની ઘટના નોંધાઈ નહોતી.

રવિવારે મહત્તમ તાપમાન 34.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી નોંધાયું હતું. ભેજનું પ્રમાણ સવારે 77 ટકા અને સાંજે 67 ટકા નોંધાયું હતું. દક્ષિણ-પશ્ચિમની દિશાથી 8 કિમીની ઝડપે પવન ફુંકાયો હતો.

સોમવારે પણ શહેરમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા
રવિવારે મોડી રાત્રે ખાબકેલા વરસાદ બાદ હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ સોમવારના રોજ પણ વરસાદી માહોલ રહેશે તેમજ શહેરમાં વિવિધ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડવાની પણ શક્યતા રહેલી છે. જ્યારે ગરમીનો પારો 34 ડિગ્રી રહેવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...