તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આખરે આગમન...:70 કિમીના પવનો સાથે 30 મિનિટમાં દોઢ ઇંચ વરસાદ: 100 ઝાડ - 2 ગેન્ટ્રી ગેટ તૂટી પડ્યાં

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે રાત્રે અણસાર આપી ગયેલો વરસાદ ગુરુવારે સવારે ધોધમાર વરસ્યો
  • અનેક વિસ્તારોમાં 10 મિનિટથી લઇને 2 કલાક સુધી વીજળી ગુલ
  • રાત્રિ બજાર પાસે 5 વીજથાંભલા તેમજ 5 હોર્ડિંગ પણ ધરાશાયી
  • ઝાડ પડતાં કાર સહિત 15થી વધુ વાહનોને ભારે નુકસાન, આજે પણ વરસાદી વાતાવરણ વચ્ચે ગરમીનો પારો 360 રહેશે

શહેરમાં બુધવારે રાત્રે અણસાર અાપી ગયેલો વરસાદ ગુુરુવારે ધોધમાર વરસી પડયો હતો. સવારે 70 કિમીની ઝડપે ફુંકાયેલા પવનો સાથે 30 મિનિટ સુધી વરસેલા દોઢ ઈંચ વરસાદે શહેરને ઘમરોળી નાંખ્યું હતું. પવનોમાં 100થી વધુ ઝાડ, વુડા સર્કલની બન્ને તરફના ગેન્ટ્રી ગેટ, 5 હોર્ડિગ્સ ધરાશાયી થઈ ગયા હતા. ઝાડ નીચે દબાતા 5 ફોરવ્હિલર અને 10 ટુવ્હિલરને નુકશાન થયું હતું. રાત્રી બજારની સામે સળંગ 5 વીજ થાંભલા ધરાશાયી થઈ ગયા હતા.જ્યારે સોમાતળાવ પાસેનો ગેન્ટ્રી ગેટ નમી પડ્યો હતો.

શહેરના નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ જતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ગરમીનો પારો 4 િડગ્રી સુધી ગગડતા ઠંડક પ્રસરી હતી.ગુરૂવારે બપોરે 12:35 વાગે પવનની ઝડપ 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી. પવનો સાથે આશરે 30 મીનીટ સુધી વરસેલા ધોધમાર વરસાદના પગલે 4 ડિગ્રી પારો ગગડી ગયો હતો. ભેજનું પ્રમાણ પણ 80 ટકા સુધી પહોચી ગયું હતું. જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. બુધવારે મોડી રાતે 12 વાગે પણ પવનો સાથે 1 ઈંચ વરસાદ વરસ્યો હતો.

શહેરમાં ગુરૂવારે કારેલીબાગ,માંજલપુર,મકરપુરા,ઘડિયાળી પોળ,ગોત્રી,સમા સહિતના વિસ્તારોમાં 70 ઝાડ પડ્યાં હતાં. અનેક વિસ્તારોમાં ગુરૂવારે 10 મીનીટ થી લઈ 2 કલાક સુધી વિજળી ગુલ થઈ હતી. ગુરૂવારે ગરમીનો પારો 3.7 ડિગ્રી ઘટીને 34.1 ડિગ્રી નોંધાયો હતો. અત્યાર સુધી વડોદરામાં 53 મીમી વરસાદ નોંધાયો છે. શુક્રવારે પણ વરસાદી માહોલ વચ્ચે ગરમીનો પારો 36 ડિગ્રી સુધી નોંધાય તેવી સંભાવના રહેલી છે.

25 વિસ્તારો જળબંબોળ : સયાજીપુરા અને મકરપુરા વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયાં
શહેરમાં ગુરુવારે સવારે મેઘરાજાએ તોફાની પવન સાથે અડધો કલાક સુધી કરેલી બેટિંગમાં જ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખૂલી ગઈ હતી. શહેરના ચાર દરવાજા, નવા બજાર, ભૂતડીઝાંપા, ગાંધી નગરગૃહ રોડ, વાડી, સોમા તળાવ, ડભોઇ રોડ, નિઝામપુરા, સમા, કારેલીબાગ સહિતના 25થી વધુ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. બપોર બાદ પાણી ઓસર્યાં હતાં. દંતેશ્વર, નવાપુરા, મકરપુરા એરફોર્સ પાછળ સહિતના વિસ્તારોમાં તો ઘૂંટણભેર પાણી ભરાયાં હતાં. મેઘરાજાની તોફાની બેટિંગમાં પાલિકાની વરસાદીલક્ષી કામગીરીની પોલ ખુલ્લી પડી હતી.

કાર પર ઝાડ પડ્યું, બે યુવકનો આબાદ બચાવ
કારેલીબાગ હસ્તીનાપુર સોસાયટીમાં રહેતા જેનીલ પટેલનો ડ્રાઇવિંગ લાઇસન્સનો ટેસ્ટ હોવાથી ગુરુવારે સવારે મોટા ભાઈ મિહિર પટેલ સાથે કાર લઇ આરટીઓ જવા નીકળ્યા હતા. દરમિયાન ડીઝલ પુરાવવા કારેલીબાગ વિક્રમનગર સોસાયટી પાસેથી પસાર થતા હતા ત્યારે અચાનક તેમની કાર પર વૃક્ષ ધરાશાયી થતાં બંને યુવાનો સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતાં આબાદ બચાવ થયો હતો. બદામડીબાગ કન્ટ્રોલ કમાન્ડ સેન્ટર અને ફાયરબ્રિગેડના મેઇન બિલ્ડિંગની અંદર એક ઝાડ પડયું હતું, જ્યારે બહાર 2 વૃક્ષ ધરાશાયી થયાં હતાં, જેમાં એક કાર દબાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...