વડોદરાના ક્રાઇમ ન્યૂઝ:શ્રાવણના પહેલા જ દિવસે PCBએ દરોડો પાડી બે જુગારી ઝડપ્યા, પાણીગેટમાં મારામારી

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
જુગાર રમતા ઝડપાયેલ શખ્સો. - Divya Bhaskar
જુગાર રમતા ઝડપાયેલ શખ્સો.

પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઇ છે ત્યારે બીજી તરફ આ મહિનામાં જુગાર રમનારાઓ પણ સક્રિય થાય છે. ત્યારે વડોદરાની પ્રિવેન્સન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (PCB) દ્વારા બાતમીના આધારે કારેલીબાગમાં કાસલઆલા કબ્રસ્તાન પાસે દરોડો પડ્યો હતો. જ્યાં ગુજરાત પ્રોવિઝન સ્ટોર નામની લારી પર અસ્ફાકઅલી ઉર્ફે રીઝવાન સૈયદ (રહે. મારવાડી મહોલ્લો, કારેલીબાગ, વડોદરા) અને કાંતિભાઇ શનાભાઇ પરમાર (રહે. પાર્વતી નિકેતન સોસાયટી, કારેલીબાગ, વડોદરા) રૂ. 31260ની રોકડ સાથે આંકડાઓનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. પોલીસે આ મામલે રોશનઅલી સૈયદને વોન્ટેડ જાહેર કર્યો છે.

પાણીગેટ વિસ્તારમાં મારામારી
શહેરના સોમા તળાવ વુડાના મકાનમાં રહેતો મોહસીન યુસુફખાન સૈયદ તેના મિત્ર મંસુરખાન પઠાણને રિક્ષામાં બેસાડી બવામનુરા જઇ રહ્યો હતો. આ દરમિયાન રાધિકાભુવન પાસે સોહીલ પઠાણ, તેની પત્ની અંજુમલ તથા સોહીલની સાળીએ સલમા પઠાણે અને બહેન રેશ્માએ (રહે. મહાનગર વુડાના મકાન)એ રિક્ષા ઉભી રખાવી મોહસીન અને મંસુરખાનને અદાવતમાં માર માર્યો હતો. તેમજ રિક્ષાનો કાચ ફોડી નાખ્યો હતો. આ મામલે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.