ભાસ્કર એક્સક્લુઝિવ:કોડીનારના દરિયાકાંઠે વિદેશનો સ્યુડોસિરોસ સુસાને જીવ મળ્યો

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અસ્મીતા ચાવડા રીસર્ચર વિદ્યાર્થીની - Divya Bhaskar
અસ્મીતા ચાવડા રીસર્ચર વિદ્યાર્થીની
  • ઝુઓલોજીની રિસર્ચર વિદ્યાર્થિનીએ રિસર્ચમાં શોધ કરી
  • માલદીવ્સ, ઈન્ડોનેશિયા, લક્ષદ્વિપ, ઓસ્ટ્રેલિયાના દરિયામાં જ રહે છે

એમ.એસ.યુની સાયન્સ ફેકલ્ટીના ઝુઓલોજી વિભાગની પીએચડીની વિદ્યાર્થીનીને દરિયાઇ જીવસૃષ્ટીના રીસર્ચમાં માલદીવ, ઈન્ડોનેશિયા, લક્ષદ્વિપ, ઓસ્ટ્રેલિયાના દરિયામાં જોવા મળતો દરિયાઇ કિડો સૌરાષ્ટ્રના કિનારેથી મળ્યો છે. દરિયાઈ પ્રાણી સૃષ્ટિમાં કિનારાના વિસ્તારમાં તેના પર્યાવરણ અને ભૌગોલિક રચનાને આધારિત ખાસ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે.

ઉપરાંત ભરતી અને ઓટના કારણે ત્યાની પાણી સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ વિશેષ પ્રકારની પર્યાવરણ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. દક્ષિણ સૌરાષ્ટ્રના વેરાવળથી કોડીનાર વિસ્તારના દરિયાકાંઠામાં અનેક પ્રકારના અપૃષ્ઠવંશી અને પૃષ્ઠવંશી પ્રાણીઓ જોવા મળે છે.

સાયન્સ ફેકલ્ટીના ઝુઓલોજી વિભાગના અધ્યાપક ડો.પ્રદીપ મંકોડીના માર્ગદર્શનમાં પીએચડી કરતી વિદ્યાર્થીની અસ્મીતા ચાવડાને સૌરાષ્ટ્રના દરિયા કિનારે રીસર્ચ દરમિયાન વિદેશના દરિયા કિનારે મળતી જીવસૃષ્ટી મળી આવી છે. વિદ્યાર્થીનીએ જણાવ્યું કે પ્રાણીસૃષ્ટિના અભ્યાસને ઉપલક્ષમાં આ કાંઠા વિસ્તારનું સર્વેક્ષણ કરીએ છીએ.

અનેક જાણીતા પાણીની જીવસૃષ્ટી જોવા મળે છે. ક્યારેક વિશેષ પ્રજાતિ નજરે પડે છે. જેમાં સ્યુડોસિરોસ સુસાને નામનો એક પટ્ટી કીડો મળ્યો છે. આ જીવ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં ક્યારેય જોવા કે જાણવા મળેલ નથી પરંતુ હવે સૌપ્રથમવાર કોડીનાર ના દરિયા જલીય વિસ્તાર માંથી જોવા મળ્યું છે.

દક્ષિણ ભાગના દેશોના દરિયા કિનારેથી ઉત્તર તરફ આ જીવસૃષ્ટિનું જીવન વિસ્તર્યું
મોટા ભાગે દક્ષિણ ભાગ ગણાતા માલદીવ, ઈન્ડોનેશિયા, લક્ષદ્વિપ, ઓસ્ટ્રેલિયામાં જોવા મળતો આ કિડો ઉતર દિશા તરફ પણ આગળ વધીને જુદા જુદા વિસ્તારોમાં જીવનક્રમ ચલાવે છે તેવું પ્રથમ વખત જોવા મળ્યું છે. આ પટ્ટી કીડાની પૃષ્ઠ બાજુ નારંગી રંગની સાથે મધ્યમાં સફેદ પાતળી લાઈન જોવા મળે છે. અને કિનારી જાંબલી રંગની જોવા મળે છે જે આગળ જઈ બે સ્યુડો ટેન્ટેકલ સ્વરૂપ કરે છે, આ પટ્ટી કીડા કોરાલાઇન આલ્ગી, નાના એસીડીઆ, મૃદુકાઈ અને સંધિપાદ પર ખોરાક લે છે અને પર્યાવણમાં મેઝો પ્રીડેટર તરીકે ઓળખાય છે.

અન્ય સમાચારો પણ છે...