એક કોકડું ઉકેલાયું:સયાજીગંજ બેઠક ઉપર પક્ષે દિગ્ગજોને કેયુર રોકડિયા પરખાવ્યા, વૈષ્ણવ ચહેરો મૂકાયો

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગુજરાત દોડેલા કેન્દ્રીય મંત્રી અમિત શાહે કમલમમાં બેઠક કર્યાના 24 કલાકમાં નિર્ણય
  • પાર્લામેન્ટરી બોર્ડ પહેલાં ટિકિટ માટે રચાયેલી રિંગ રાષ્ટ્રીય મોવડીઓએ તોડી

રાજ્યની 16 બેઠકો પર કોકણું ગુંચવાતા ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર દોડી આવ્યા હતા. બેઠકના 24 કલાક બાદ હવે 12 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. વડોદરા શહેરની બાકી રહેલી બે બેઠકો પૈકી સૌથી વધુ ચર્ચાસ્પદ સયાજીગંજ બેઠક પર મેયર કેયુર રોકડિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા સમય સુધી આ બેઠક પર ડો. વિજય શાહ, જીગર ઇનામદાર અને રાજેશ આયરેનું નામ ચાલતું હતું.

પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પહેલા જ શહેરના નેતાઓએ રિંગ બનાવી સયાજીગંજ અને માંજલપુર બેઠક પર પસંદગીના દાવેદારોના નામ મૂકી નવું સમીકરણ ઉભું કર્યું હતું. જોકે તે સમયે મેયર કેયુર રોકડિયા એકલા અટૂલા પાડી દેવામાં આવ્યા હોવાની કહેવાતું હતું. પરંતુ આ નેતાઓની આ રિંગ ખુલ્લી પડી જતા રાષ્ટ્રીય સ્તરે આ ગોઠવણની નોંધ લેવાઈ હતી. ત્યારે તમામ રાજરમતને રાષ્ટ્રીય મોવડીઓએ ઉંધી પાડી કેયુર રોકડિયાના નામ પર મહોર મારી હતી.

જીતુ સુખડીયાએ સીટ ખાલી કરી રોકડિયાનું નામ મુક્યું હતું
શહેરમાં એક બેઠક પર વૈષ્ણવ સમાજને આપવાનું નક્કી હતું. જેમાં ડો. વિજય શાહ અને કેયુર રોડડિયાનું નામ ચર્ચાતું હતું. થોડા મહિનાઓ અગાઉ વડોદરા આવેલા જે.પી નડાએ માંજલપુરમાં વૈષ્ણવ સંપ્રદાયની રેલીમાં હાજરી આપી હતી. તે જ સમયે કેયુર રોકડિયાનું નામ માંજલપુર અથવા સયાજીગંજ વિધાનસભા બેઠક પર નક્કી હોવાનું ચર્ચાઇ રહ્યું હતું. તદુપરાંત જીતેન્દ્ર સુખડીયા તેમની જગ્યા સ્વૈચ્છિક ખાલી કરી હતી સેન્સ પ્રક્રિયામાં કેયુર રોકડિયાનું નામ મૂક્યું હતું. તદુપરાંત કેયુર રોકડિયાના પડખે પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટનું પણ જોર કામ કરી ગયું.

અન્ય દાવેદારની ટિકિટ કપાવવાનું કારણ શું?
વડોદરામાં જ્યારે જે.પી. નડ્ડા આવ્યાં ત્યારે માંજલપુરમાં યોજાયેલી રેલીને નિષ્ફળ બનાવવા માટે ડો. વિજય શાહે પ્રયાસ કર્યો હોવાનું ચર્ચાયું હતું. તદુપરાંત પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પહેલા રિંગ રચાઇ તે ખુલ્લું પડી જતા ટીકીટ કપાઈ હોવાની ચર્ચા છે. આ ઉપરાંત હાલ ડો. વિજય શાહ શહેર પ્રમુખ હોવાના કારણે તેઓ હોદ્દો ધરાવતાં હોય તેમને ટીકીટ ન અપાઇ હોવાનું માનાઇ રહ્યું છે.

સાંસદે નામ મૂક્યું છતાં ડાંગરની ટિકિટ કપાઇ
માજી મેયર ભરત ડાંગર સયાજીગંજ બેઠક પર મજબુત દાવેદાર હતા. સાંસદ રંજનબહેન ભટ્ટે તેમનું નામ મુક્યું હતું. પરંતુ ભરત ડાંગરને ટીકીટ નહી મળે તેવી હાઇકમાન્ડ દ્વારા સ્પષ્ટ કહેવાયું હતું. આ બેઠક પર જીગર ઇનામદારનું નામ પણ હતું પરંતુ જાતીગત સમીકરણના લીધે તેનું નામ કપાયું હોવાની ચર્ચા છે.

અન્ય સમાચારો પણ છે...