તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વડોદરામાં રથયાત્રા:રથયાત્રાના રૂટ પર સવારે 6 થી12 કફર્યૂ, ઘરની બહાર નીકળશો તો ગુનો નોંધાશે

વડોદરા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ રૂટ પર કફર્યૂ રહેશે : રેલવે સ્ટેશન, કાલાઘોડા, કોઠી, રાવપુરા, ન્યાયમંદિર, દાંડિયાબજાર, ખંડેરાવ માર્કેટ, રાજમહેલ રોડ, પથ્થરગેટ, બગીખાના....
  • રૂટ : રથયાત્રાનો રૂટ યથાવત રહ્યો, વર્ષોની પરંપરા તોડી સમય સવારે 9 થી 11 કરાયો
  • દર્શન : ભગવાનો રથ ક્યાંય ઉભો નહીં રખાય, ઓનલાઈન જ દર્શન કરી શકાશે
  • પ્રસાદ : કોઇપણ સ્થળે પ્રસાદની વહેંચણી, આરતી, સ્વાગત નહીં થાય

40 વર્ષમાં પહેલીવાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા કફર્યૂમાં નીકળશે. સોમવારે રથયાત્રાના રૂટ પર સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધી કફર્યૂ રહેશે. રથયાત્રા પોતાના પારંપરીક રૂટ પર નિકળશે. વર્ષોની પરંપરા તોડી પહેલી વખત રથયાત્રાનો સમય બદલી સવારે કરવામાં આવ્યો છે.

12 જુલાઈને સોમવારે રથયાત્રા ખલાસી અને મંદિરના સંચાલકો સહિત 60 લોકો સાથે રેલ્વે સ્ટેશનથી સવારે 9 વાગે પ્રસ્થાન કરશે અને સવારે 11 વાગે પોલોગ્રાઉન્ડ ખાતે સમાપ્ત થશે. દર વર્ષે રથયાત્રા બપોરે 3 વાગે નીકળી રાતે 8 વાગે સમાપ્ત થતી હતી. ઈસ્કોન મંદિરમાં શુક્રવારે મંદિરના સંચાલકો અને તંત્ર વચ્ચે બે કલાક ચાલેલી મિટીંગમાં રથયાત્રાના આયોજનને આખરી ઓપ અપાયો હતો. કર્ફયુ ભંગ કરનાર સામે ગુનો નોંધવાની નવાપુરા પીઅાઈએ ચીમકી ઉચ્ચારી છે.

ઈસ્કોન મંદિરમાં સવારે 11 વાગે શરૂ થયેલી મિટીંગમાં ભાજપ પ્રમુખ ડો.વિજય શાહ,ધારાસભ્ય સીમાબેન મોહિલે, રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલ અને પોલીસ કમિશનર ડો.શમશેર સિંઘ હાજર રહ્યાં હતાં. બેઠકમાં પોલીસ કમિશનર દ્વારા રથયાત્રાનો રૂટ કાલાઘોડા થી જેલ રોડ થઈ રાજમહેલ રોડ થઈ બગીખાના સુઘી કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. પરંતું ભાજપ પ્રમુખે રથયાત્રા તો પારંપરિક રૂટ પર જ નીકળશે તેમ જણાવ્યું હતું. ઈસ્કોન મંદિરના સ્વામી નિત્યાનંદે જણાવ્યું હતું કે, રથયાત્રાના દિવસે મંદિરમાં કોઈ ભંડારો નહીં યોજાય.

તેમજ ભક્તો આરતી નહીં કરી શકે. સવારે 9 વાગે રેલ્વે સ્ટેશનથી આરતી સાથે રથયાત્રા પ્રારંભ થશે. જેમાં હાજર તમામ ખલાસીઓ અને મંદિરના સંચાલકોના આરટીપીસીઆર ટેસ્ટ 48 કલાક પહેલા થઈ જાય તેનું આયોજન થઈ ગયું છે. રથયાત્રા શરૂ થયા બાદ ક્યાંય પણ નહીં રોકાય. કોઈ જગ્યાએ પ્રસાદની વહેંચણી કે આરતી, સ્વાગત અથવા ફુલહાર નહીં થઈ શકે. રથયાત્રા લગભગ બે થી અઢી કલાકમાં પોલોગ્રાઊન્ડ ખાતે સમાપ્ત થશે.

રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે જણાવ્યું હતું કે,ઈસ્કોન મંદિરમાં રથયાત્રા નિમિત્તે યોજાયેલી બેઠકમાં વડોદરાની રથયાત્રા બાબતે કેબિનેટમાં ચર્ચા કરી હતી કે રૂટ ઓછો નહીં થાય, વર્ષોથી જે માર્ગ પર યાત્રા થાય છે તે માર્ગ પર જ રથયાત્રા નિકળશે. ગૃહમંત્રી પણ મારી વાત સાથે સંમત થયા હતાં. આ યાત્રામાં સરકારે જે નિયમો નક્કી કર્યાં છે,તે નિયમોનું પુરેપૂરુ પાલન થશે. રથયાત્રાનો સમય બદલાયો છે.

અન્ય સમાચારો પણ છે...