• Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • On The Roads Of Vadodara, The Minister Of State For Home Affairs Cycled, Saying: 'Let Us Celebrate Navratri Safely And Win The Battle Against Korona Together'

નિવેદન:દુષ્કર્મ કેસના તમામ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે, પીડિતાને સંપૂર્ણ ન્યાય મળશે, અમારી સરકારનું આ બાબતે સ્પષ્ટ વલણ છેઃ ગૃહ રાજ્યમંત્રી

વડોદરા11 દિવસ પહેલા
ગૃહ રાજ્યમંત્રીએ સાઇકલ પ્રવાસ કરીને લોકોને આઝાદી અમૃત પર્વની ઊજવણીમાં ઉત્સાહભેર જોડાવા અને વ્યાયામપ્રેમી બનવાનો સંદેશ આપ્યો હતો
  • વડોદરા શહેર પોલીસ આયોજિત આઝાદી અમૃતપર્વ સાયકલ રેલીને ગૃહ રાજ્યમંત્રી પ્રસ્થાન કરાવ્યું

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પદ આજે પહેલીવાર વડોદરા શહેરની મુલાકાત લઈ રહ્યા છે. આ પ્રસંગે તેઓએ દુષ્કર્મ કેસ મામલે જણાવ્યું હતું કે, તમામ આરોપીઓને વડોદરા પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે. પહેલા દિવસથી જ પોલીસ દ્વારા ટીમો બનાવવામાં આવી હતી. હું તમને વિશ્વાસ અપાવવા માગુ છું કે, પીડિતાને સંપૂર્ણ ન્યાય મળશે અને ભાજપની સરકાર આ બાબતે સ્પષ્ટ વલણ રાખે છે.

ગૃહ રાજ્યમંત્રીએ સાયકલ સવારી કરી
તેમણે વડોદરા શહેર પોલીસ દ્વારા આઝાદી અમૃતપર્વ ઉજવણીના ભાગરૂપે યોજેલી દેશપ્રેમ અને વ્યાયામ પ્રોત્સાહક સાઇકલ રેલીને પ્રસ્થાન કરાવી હતી અને વડોદરા શહેર પોલીસ કમિશનર ડો.શમશેરસિંહ અને વ્યાયામપ્રેમીઓ સાથે શહેરના રાજમાર્ગો પર સાઇકલ પ્રવાસ કરીને લોકોને આઝાદી અમૃત પર્વની ઊજવણીમાં ઉત્સાહભેર જોડાવા અને વ્યાયામપ્રેમી બનવાનો સંદેશ આપ્યો હતો. આ ઉપરાંત તેમણે સાઇકલિંગ વખતે સુરક્ષાની લેવા યોગ્ય કાળજીનો સંદેશ આપ્યો હતો.

ગૃહમંત્રીના રૂટ પર ઢોર દેખાય નહીં તે માટે ખાસ મોનીટરીંગ
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પદ સંભાળ્યા બાદ ગુરૂવારના રોજ પ્રથમ વખત શહેરની મુલાકાતે આવ્યા છે. આજે સવારે 7 વાગે લહેરીપુરા દરવાજાથી સાઇકલ રેલીને પ્રસ્થાન કરાવી જનયાત્રા સહિતના અન્ય કાર્યક્રમોમાં ભાગ લેશે. રખડતા ઢોરોના ત્રાસને નાથવા મથતી પાલિકા દ્વારા ગૃહમંત્રીના રૂટ પર કોઈ ઢોર દેખાય નહીં તે માટે પણ ખાસ મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જીવલેણ અકસ્માતમાં પાસા કરવાની ચીમકી આપ્યા બાદ હજી માર્ગો પર રખડતા ઢોરોનો અડિંગો યથાવત રહેવા પામ્યો છે.

વડોદરા શહેર પોલીસ આયોજિત આઝાદી અમૃતપર્વ સાયકલ રેલીને ગૃહ રાજ્યમંત્રી પ્રસ્થાન કરાવ્યું
વડોદરા શહેર પોલીસ આયોજિત આઝાદી અમૃતપર્વ સાયકલ રેલીને ગૃહ રાજ્યમંત્રી પ્રસ્થાન કરાવ્યું

કોવિડ સામેની લડાઇ હજુ ચાલુ છે
ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાતના નાગરિક તરીકે સૌથી સાથે મળીને કોવિડ સુરક્ષિત નવરાત્રી ઉજવીએ તેવો અનુરોધ કરતાં જણાવ્યું કે, કોવિડ સામેની લડાઇ હજુ ચાલુ છે અને એ જંગ જીતવાનો છે. તેમણે વડોદરા શહેર પોલીસ દ્વારા આઝાદી કા અમૃત પર્વ ઉજવણીના ભાગરૂપે યોજવામાં આવેલી સાઇકલ રેલીને પ્રસ્થાન કરાવતાં ઉપર પ્રમાણે જણાવ્યું હતું. તેમણે વિશાળ સાયકલ રેલી યોજીને આઝાદી અમૃત પર્વમાં વડોદરાવાસીઓને જોડવા માટે શહેર પોલીસને અભિનંદન આપ્યા હતા.

સુરક્ષિત નવરાત્રી ઉજવીએઃ ગૃહ રાજ્યમંત્રી
તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત પોલીસ આવા વિવિધ કાર્યક્રમો યોજીને આઝાદીના 75 વર્ષની ઉજવણીમાં રાજ્યની લોક શક્તિને જોડશે. તેમણે કોવિડ અટકાવતી તમામ તકેદારીઓ પાળીને, સુરક્ષિત નવરાત્રી ઉજવીએ,આ રોગ સામેનો જંગ સહુ સાથે મળીને જીતીએ એવી અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે ગુજરાત પોલીસ તમામ પ્રકારે લોકસુરક્ષા જાળવવા માટે સંકલ્પબદ્ધ છે.

સાઇકલિંગ વખતે સુરક્ષાની લેવા યોગ્ય કાળજીનો સંદેશ આપ્યો હતો.
સાઇકલિંગ વખતે સુરક્ષાની લેવા યોગ્ય કાળજીનો સંદેશ આપ્યો હતો.

રેલીમાં કોણ હાજર રહ્યું?
રેલી પ્રસ્થાનમાં તેમની સાથે સાંસદ રંજનબેન,મહાનગર પાલિકાના મેયર કેયુર રોકડીયા, પૂર્વ મંત્રી યોગેશ પટેલ અને ધારાસભ્યો અને પક્ષ તેમજ મહાનગર પાલિકાના પદાધિકારીઓ જોડાયાં હતાં.

જન આશિર્વાદ યાત્રાનો રૂટ
કીર્તિ સ્તંભ થી શરુ થઇને ભગતસિંહ ચોક(પ્રતિમાને માલ્યાર્પણ કરશે), પથ્થરગેટ, જયરત્ન બિલ્ડિંગ, રાજસ્તંભ સોસાયટી, તોપ સર્કલ, રાજમહેલ પેલેસ મેઇન ગેટ, પોલીસ ભવન, એસ.એસ.જી હોસ્પિટલ, સુર્યા પેલેસ બ્રિજ, કાશી વિશ્વનાથ મંદિર, પ્રોડકટીવિટી રોડ, શિવાજી ચોક(પ્રતિમાને માલ્યાર્પણ કરશે), અટલાદરા બ્રિજ, BAPS મંદિર, બ્રહ્માકુમારી મંદિર, અટલાદરા, સન ફાર્મા રોડ, તાંદલજા રોડ, વાસણા પેટ્રોલ પંપ, અર્થ કોમ્પ્લેક્ષ(પંચમુખી હનુમાન મંદિર), નિલામ્બર સર્કલ, ગોકુલ પાર્ટી પ્લોટ, વોર્ડ-11 ઓફિસ, ઇસ્કોન મંદિર, હરીનગર ખાતે સમાપન.

વિશાળ સાયકલ રેલી યોજીને આઝાદી અમૃત પર્વમાં વડોદરાવાસીઓને જોડવા માટે શહેર પોલીસને અભિનંદન આપ્યા હતા.
વિશાળ સાયકલ રેલી યોજીને આઝાદી અમૃત પર્વમાં વડોદરાવાસીઓને જોડવા માટે શહેર પોલીસને અભિનંદન આપ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...