કોરોના વડોદરા LIVE:દિવાળીના દિવસે 6 કેસમાં વધારો, પોઝિટિવ કેસનો આંક 72,165 પર પહોંચ્યો, વધુ 2 દર્દી ડિસ્ચાર્જ થયા

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • નવા કેસો સમા, ચાણક્ય પુરી વિસ્તારમાં નોંધાયા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, આજે વડોદરા શહેર અને જિલ્લામાં વધુ 6 કેસ નોંધાતા કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 72,155 ઉપર પહોંચી ગયો છે. વડોદરા જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 623 ઉપર સ્થિર રહ્યો છે. આજે 2 દર્દીને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કુલ 71,494 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

10 દિવસથી કોરોનાના નવા કેસોની સંખ્યા વધી રહી છે
વડોદરા શહેર-જિલ્લામાં આજ રોજ કુલ 2076 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. છેલ્લા 6 દિવસમાં 4 દિવસ 7-7 કેસ આવ્યા છે. આ રીતે કોરોનાનો પગપેસારો થઇ રહ્યો છે. હાલમાં કોરોના એક્ટિવ દર્દીઓની સંખ્યા 48 પર પહોંચી ગઇ છે. આ પૈકી એક દર્દીને ઓક્સિજન અને એક દર્દી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે. હાલમાં 46 દર્દીઓ ક્વોરન્ટીન છે. ગત રોજ 2 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 10 દિવસથી કોરોનાના નવા કેસોની સંખ્યા વધી રહી છે.

બીજો ડોઝ લેનારની ટકાવારી 76.61%એ પહોંચી
રાજ્ય સરકાર દ્વારા રસીનો પ્રથમ ડોઝ દિવાળી સુધીમાં 100 ટકા લોકોને મૂકવામાં આવે તે માટેનો આદેશ કરતાં આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. અત્યાર સુધી થયેલા રસીકરણની સાથે 98.60% લોકોને રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ મુજબ છેલ્લા એક ટકામાં આવતા લોકોને શોધવા મુશ્કેલ હોય છે, જેને પગલે રસીકરણમાં સંખ્યા ઓછી થઈ રહી છે. જ્યારે બીજી બાજુ બીજો ડોઝ લેનારની ટકાવારી 76.61%એ પહોંચી છે.

વડોદરા રૂરલમાં સૌથી વધુ 26,775 કેસ
વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 72,159 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 9684 પશ્ચિમ ઝોનમાં 12,019, ઉત્તર ઝોનમાં 11,813, દક્ષિણ ઝોનમાં 11,832, વડોદરા ગ્રામ્યમાં 26,775 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.