તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • On The Occasion Of Parashuram Jayanti At Shri Nilkanth Dham In Poicha, A Prayer Was Offered For The Liberation Of The World From Corona

કોરોનાગ્રસ્તો માટે પ્રાર્થના:પોઇચા સ્થિત શ્રી નીલકંઠ ધામ ખાતે પરશુરામ જયંતિ નિમિતે શાંતિયજ્ઞ સાથે વિશ્વને કોરોના મુક્ત કરવા પ્રાર્થના કરાઇ

વડોદરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નર્મદાજીના પટમાં શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી શ્રી પુરાણી ધર્મ વલ્લભદાસજી સ્વામી સહિતના સંતોએ કોરોનાગ્રસ્તો માટે પ્રાર્થના કરી

રાજપીપળાના પોઇચા ખાતે આવેલા સુપ્રસિદ્ધ તીર્થધામ શ્રી નીલકંઠ ધામ ખાતે નર્મદાજીના પટમાં શ્રી સ્વામિનારાયણ મંદિરના મહંત સ્વામી શ્રી પુરાણી ધર્મ વલ્લભદાસજી સ્વામી સહિતના સંતોએ કોરોનાગ્રસ્તો માટે પ્રાર્થના કરી કહ્યું કે 'ઓ દેવાધિદેવ , હવે હાંઉ કરો એવી અમે દુઆ માંગીએ છીએ'.

કોરોનાના તાંડવને કારણે વિશ્વભરમાં હજારો પરિવારોના માળાઓ પીંખાઈ ગયા છે. લાખો લોકોએ સ્વજનો ગુમાવ્યા છે. હજારો લોકો નિરાધાર બની રહ્યા છે ત્યારે અખાત્રીજ પરશુરામ જયંતિના પવિત્ર દિવસે અતિ દયાળુને સાધુતાની મૂર્તિ સમાન ગુરૂવર્ય મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામીની આજ્ઞા અનુસાર સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા કોરોના મહામારીના વધતા પ્રભાવને શમાવવા માટે સંતોએ વિશ્વ શાંતિયજ્ઞ દ્વારા પ્રાર્થના કરી હતી.

વિવિધ જગ્યાએ યજ્ઞના આયોજન થયા હતા
કોરોનાગ્રસ્ત દર્દીઓને માટે સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન અને તેની શાખાઓ દ્વારા અપાય રહેલી દવાઓ ઉપરાંત આજે સંતોએ દુઆ પણ કરી હતી. પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર પરશુરામ જયંતિ અખાત્રીજના પવિત્ર દિવસે સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન અને તેની વિશ્વભરની શાખાઓમાં આજે 251 ઉપરાંત સંતોએ વિશ્વની સુખાકારી અર્થે પૃથ્વી પરથી કોરોના મહામારીનુ વહેલી તકે નિવારણ થાય, મૃત્યુ પામેલા સ્વજનોનું શ્રેય થાય, હાલ કોરોના ગ્રસ્ત સત્વરે સ્વસ્થ થાય એવી શુભ ભાવના સાથે યજ્ઞશાળામાં હોમ હવન કર્યો હતો.

કોરોના મુક્ત વિશ્વને કરવા પ્રાર્થના કરી
યજ્ઞશાળામાં ગુરુકુલના મહંત સ્વામી દેવકૃષ્ણદાસજી સ્વામી સહિત દેશ-વિદેશની વિવિધ ગુરુકુળ આશ્રમોમાં 250 ઉપરાંત સંતોએ વિશ્વશાંતિ યજ્ઞના મંત્રોચાર , ભક્ત ચિંતામણી ગ્રંથના શાંતિપાઠના પ્રકરણોનું ગાન તેમજ જનમંગલ અને વૈદિક પુરુષસૂક્ત્તના મંત્રો દ્વારા યજ્ઞ નારાયણને આહુતિઓ અપાયેલ. આ પ્રસંગે પ્રારંભમાં સંતોએ ભગવાન સ્વામિનારાયણ તેમજ મૃત્યુના અધિષ્ઠાતા દેવ મહાદેવજી તથા નવ ગ્રહોનું પૂજન કર્યું હતું. અને પ્રાર્થના કરી કહ્યું હતું કે" ઓ દેવાધિદેવ હવે હાંઉ કરો. વિશ્વને આ કોરોના મહામારીમાંથી મુક્ત કરો તેવી વધુમાં પ્રાર્થના કરી હતી.

અન્ય સમાચારો પણ છે...