તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • On The Last Monday Of Shravan Month In Vadodara, Shivalayas Resounded With The Sound Of Bum Bum Bhole, Long Queues Of Devotees At Kashi Vishwanath And Kuber Bhandari

મંદિરોમાં ભક્તો ઉમટ્યા:વડોદરામાં શ્રાવણ માસના અંતિમ સોમવારે બમ બમ ભોલેના નાદથી શિવાલયો ગુંજી ઉઠ્યા, કાશિવિશ્વનાથ અને કુબેર ભંડારીમાં શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી

વડોદરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
શ્રાવણ માસના અંતિમ સોમવારની વડોદરા શહેર-જિલ્લામાં ભક્તિ ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઇ - Divya Bhaskar
શ્રાવણ માસના અંતિમ સોમવારની વડોદરા શહેર-જિલ્લામાં ભક્તિ ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઇ
  • શિવાલયોમાં સવારથી જ શ્રદ્ધાળુઓનો અભિષેક અને દર્શન માટે ભારે ધસારો રહ્યો

દેવાધિદેવ મહાદેવની આરાધના કરવાના પવિત્ર શ્રાવણ માસના અંતિમ સોમવારની વડોદરા શહેર-જિલ્લામાં ભક્તિ ભાવ અને શ્રદ્ધાપૂર્વક ઉજવણી થઇ હતી. શહેર-જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ શિવાલયો શ્રી કાશિવિશ્વનાથ, શ્રી મોટનાથ, શ્રી વ્યાસેશ્વર, શ્રી ઋણમુક્તેશ્વર, શ્રી લકુલીશ, શ્રી કુબેર ભંડારી, શ્રી ભીમનાથ મહાદેવ સહિત નાના-મોટા શિવાલયોમાં સવારથી શ્રદ્ધાળુઓનો અભિષેક અને દર્શન માટે ભારે ધસારો રહ્યો હતો. નવનાથ કાવડ યાત્રા સમિતિ દ્વારા પવિત્ર નદીઓના જળથી વડોદરા શહેરના નવનાથ શિવાલયો ઉપર જળાભિષેક કરવામાં આવ્યો હતો. શિવાલયો બમ..બમ... ભોલેના નાદથી ગુંજી ઉઠ્યા હતા. શ્રાવણ માસના છેલ્લા સોમવારે સમગ્ર શહેર-જિલ્લો શિવમય બની ગયો હતો.

શિવજી પર અભિષેક કરવા શ્રદ્ધાળુઓની કતારો લાગી
પવિત્ર શ્રાવણ માસના છેલ્લા સોમવારે સવારથી શ્રદ્ધાળુઓનો ભારે ધસારો રહ્યો હતો. સવારે શિવજી ઉપર અભિષેક કરવા માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી હતી. સાંજે વિવિધ શિવાલયોમાં ઘી, ફૂલ, સૂકો મેવો, કઠોળ, અનાજ જેવી વિવિધ ચિજવસ્તુઓના કમળ તૈયાર કરવામાં આવ્યા હતા. તો વૈષ્ણવ હવેલીઓ અને સ્વામીનારાયણ મંદિરોમાં પણ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો રહ્યો હતો. કોરોનાની મહામારીના કારણે પ્રસિદ્ધ શિવાલયો જેવા કે, દેણા ગામ સ્થિત શ્રી વ્યાસેશ્વર મહાદેવ, કાયવરોહણ શ્રી લકુલીશ મહાદેવ, પ્રતાપનગર ખાતે આવેલા શ્રી ઋણમુક્તેશ્વર જેવા શિવાલયો ખાતે યોજાતા મેળા બંધ રહ્યા હતા.

સવારે શિવજી ઉપર અભિષેક કરવા માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી
સવારે શિવજી ઉપર અભિષેક કરવા માટે શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી

નવનાથ મહાદેવને અભિષેક કરી વડોદરાના કલ્યાણ માટે પ્રાર્થના કરી
નવનાથ કાવડયાત્રાની પરંપરા જળવાઈ તે ઉદેશથી જુજ ભક્તોની હાજરીમાં ડભોઇના મહંત વિજયજી મહારાજ દ્વારા નવનાથ મહાદેવના શિવાલયો ખાતે પવિત્ર નદીઓના જળથી અભિષેક કરવામાં આવ્યો હતો. જેમાં નવનાથ મહાદેવ કાવડયાત્રા સમિતિના અગ્રણી સુરેશ ધોબી, નિરજ જૈન સહિતના સ્વયંસેવકો સાથે જય સાંઈનાથ પરિવાર પણ યાત્રામાં સહભાગી બન્યો હતો અને નવનાથ મહાદેવને અભિષેક કરી વડોદરાના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

શિવાલયોમાં સવારથી જ શ્રદ્ધાળુઓનો અભિષેક અને દર્શન માટે ભારે ધસારો રહ્યો
શિવાલયોમાં સવારથી જ શ્રદ્ધાળુઓનો અભિષેક અને દર્શન માટે ભારે ધસારો રહ્યો

કાવડયાત્રા કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂર્ણ થઇ
સૌપ્રથમ સિદ્ધનાથ તળાવની સમીપે આવેલા નવનાથ પૈકીના પ્રથમ સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે વિજયજી મહારાજ અભિષેક કર્યો હતો અને ત્યારબાદ કાવડ લઈને ઝીપમાં આરૂઢ થઈને યાત્રા શરૂ કરી તે બાદ ગાજરાવાડી રામનાથ મહાદેવ મંદિર, અજબડી બિલ સ્થિત ઠેકરનાથ મહાદેવ, હરણી વિસ્તારમા આવેલુ મોટનાથ મહાદેવ, કમાટીબાગ પાછળ વિશ્વામિત્રી નદીના કિનારે આવેલા કામનાથ મહાદેવના મંદિર સાથે કાશીવિશ્વેશ્વર મહાદેવ, કલાલી ફાટક પાસેના વિશ્વામિત્રીના કિનારે આવેલા જાગનાથ મહાદેવ મંદિરના શિવલિંગ ઉપર અભિષેક કર્યા બાદ અંતે વડસર ખાતેના કોટેશ્વર મહાદેવ મંદિર ખાતે અભિષેક અર્પણ કરી આરતી સાથે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...