તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:માસ્ક મુદ્દે 7 પોલીસ કર્મીઓએ માંજલપુરના યુવકને ફટકાર્યો

વડોદરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સયાજીમાં દાખલ કરાયેલા યુવકના પોલીસ પર આક્ષેપ
  • PCRના કર્મીઓએ પણ માસ્ક નથી પહેર્યું,તેમ કહેતાં હુમલો

ખંડેરાવ માર્કેટથી સામાન લઈ જતાં યુવકને પોલોગ્રાઉન્ડ નજીક ઊભો રાખી 7 પોલીસ કર્મચારીઓએ માર માર્યો હોવાના આક્ષેપ થયા છે. યુવકને સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. માંજલપુર ચંચળબા નગરમાં રહેતો 18 વર્ષનો રિધમ પટેલ મંગળવારે બપોરે ખંડેરાવ માર્કેટ ખાતેથી કારમાં કેરી લઈને માંજલપુર જઈ રહ્યો હતો. તેના કહેવા મુજબ બપોરે પોલોગ્રાઉન્ડ નજીક તેણે માસ્ક નહીં પહેર્યું હોવાથી અને મોબાઈલ ફોન પર વાત કરતો હોવાથી પોલીસે તેને રોક્યો હતો. પોલીસે દંડ ભરવાનું કહેતાં તેની પાસે માત્ર રૂા. 500 હતા, જેથી તેણે તેના મામાને નાણાં માટે કોલ કર્યો હતો.

દરમિયાન પોલીસે અન્ય બે લોકોને પણ માસ્ક મુદ્દે રોક્યા હતા અને તેમની પાસે નાણાં નહતાં. રિધમે જણાવ્યું હતું કે, ત્યાં પહોંચેલી PCR વાનમાં બેઠેલાં મહિલા કર્મચારી અને ડ્રાઇવરે પણ માસ્ક ન પહેર્યું હોવાથી તેણે અને બીજા બે યુવકોએ પણ બંને કર્મચારીઓએ પણ માસ્ક નથી પહેર્યું તેમ કહ્યું હતું. જેનાથી ઉશ્કેરાઈ 7થી 8 પોલીસ જવાને તેમને છાતીમાં અને મોઢાના ભાગે ફેંટો મારી રિક્ષામાં બેસાડી પોલીસ મથકે લઈ ગયા હતા. પોલીસ મથકે રિધમના મામા આવતાં પોલીસે રૂા. 1000નો દંડ ફટકારી તેને જવા દીધો હતો.જોકે ઘરે ગયા પછી તેને છાતીમાં દુખાવો થતાં સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. તેના ગળાના ભાગે ઉઝરડા પણ પડ્યા હતા.

હાથાપાઈ થઈ નથી, કાર્યવાહી કરી જવા દીધા છે
આ અંગે પીએસઆઇ દિનેશ પટેલે જણાવ્યું હતું કે, માસ્ક ચેકિંગ દરમિયાન ત્યાં યુવકને રોક્યો હતો. ત્યાંથી તેને પોલીસ સ્ટેશન મોકલીને દંડ ભરાવ્યો છે. કોઈને પોલીસ સ્ટેશન મોકલીએ તો તે એલિગેશન કરે તેવી સ્થિતિ સર્જાઈ છે. કોઈ જાતની હાથાપાઈ કરી નથી. તેમનાં નિવેદન પણ લીધાં છે.

અન્ય સમાચારો પણ છે...