તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Vadodara
  • On The First Day Of Vaccination For 18+, The Message Came That The Youth Should Be Vaccinated Even Though They Have Not Been Vaccinated, The Certificate Was Also Issued In Vadodara,

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશનમાં ગોટાળા:વડોદરામાં 18+ના રસીકરણમાં પહેલા દિવસે જ છબરડો, યુવાને રસી મૂકાવી ન હોવા છતાં રસી મૂકાવ્યાનો મેસેજ આવ્યો, સર્ટી પણ ઇસ્યુ થઇ ગયું

વડોદરા13 દિવસ પહેલા
વડોદરામાં યુવાને રસી ન મૂકાવી હોવા છતાં રસી મૂકાવી દીધી હોવાના મેસેજ આવ્યો હતો
  • છબરડા બાદ લાભાર્થીની રજૂઆત બાદ છેવટે રસી મૂકી આપવામાં આવી હતી
  • ડોક્ટરે કહ્યુંઃ ટેક્નિકલ પ્રોબ્લમ હોઇ શકે, પણ કોઈપણ નાગરિકને વેક્સિનથી વંચિત નહીં રખાય

વડોદરામાં 18થી 44 વયની ઉંમરના નાગરિકોના રસીકરણની પ્રક્રિયામાં આજે પહેલા જ દિવસે મોટો છબરડો સામે આવ્યો છે. રસી ન મૂકાવી હોવા છતાં રસી મૂકાવી દીધી હોવાના મેસેજ આવ્યા હતા. અને સર્ટીફિકેટ પણ ઇશ્યુ થઇ ગયું હતું.

રસીકરણથી વંચિત રહી ગયેલા લોકોએ હોબાળો મચાવ્યો
વડોદરામાં મેન્ટલ હોસ્પિટલમાં રસીકરણની પ્રક્રિયામાં મોટો છબરડા બાદ રસીકરણથી વંચિત રહી ગયેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો. જેને પગલે લાભાર્થીઓની રજૂઆત બાદ રસી મૂકી આપવામાં આવી હતી. મેન્ટલ હોસ્પિટલમાં રસીકરણની પ્રક્રિયાનું નરીક્ષણ રાખતા મેડિકલ ઓફિસરે જાણાવ્યુ હતુ કે, સાઇટ પર ટ્રાફિક વધી જવાના કારણે ખામી સર્જાઈ હશે. સિસ્ટમને સુધારવાનો પ્રયાસ કરીશું અને કોઈપણ નાગરિકને વેક્સિનથી વંચિત નહીં રખાય.

મેન્ટલ હોસ્પિટલ ખાતે રસીકરણથી વંચિત રહી ગયેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો
મેન્ટલ હોસ્પિટલ ખાતે રસીકરણથી વંચિત રહી ગયેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો

મે રસી ન મૂકાવી હોવા છતાં મને રસી લઇ લીધી હોવાનો મેસેજ આવ્યો છે
વેક્સિન લેવા આવેલા શ્રેયાંસ રાઠોડે જણાવ્યું હતું કે, હું મેન્ટલ હોસ્પિટલ ખાતે વેક્સિન લેવા આવ્યો છું, મે રસી ન મૂકાવી હોવા છતાં મને રસી લઇ લીધી હોવાનો મેસેજ આવ્યો છે અને સર્ટિફિકેટ પણ ઇશ્યુ થઇ ગયું છે, પણ હકીકત એ છે કે, મારો રસી લેવાની બાકી છે. જેને રજીસ્ટ્રેશન નથી કર્યું તેને મારા નામે રસી લઇ લીધી હોય તેવુ બની શકે છે.

ડોક્ટરે કહ્યુંઃ ટેક્નિકલ પ્રોબ્લમ હોઇ શકે, પણ કોઈપણ નાગરિકને વેક્સિનથી વંચિત નહીં રખાય
ડોક્ટરે કહ્યુંઃ ટેક્નિકલ પ્રોબ્લમ હોઇ શકે, પણ કોઈપણ નાગરિકને વેક્સિનથી વંચિત નહીં રખાય

ટેક્નિકલ પ્રોબ્લમ હોઇ શકે
ડો. સ્મિતા વસાવાએ જણાવ્યું હતું કે, ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ સ્લોટ બુક કરાવવો જરૂરી છે. સ્લોટ બુક નહીં કરાવે તેને રસી નહીં મળે. એ ભાઇ લાઇનમાં ઉભા હતા. એમને રસી નહોતી અને તેમનું સર્ટિફિકેટ ઇશ્યું થઇ ગયું હતું. તેમ આઇટીના ઇશ્યુ થતાં હોય છે. ટેક્નિકલ પ્રોબ્લમ થતાં હોય છે. આપણે એ સુનિશ્ચિત કરીશું કે, દરેક વ્યક્તિને રસી મળી જાય.

વડોદરામાં મેન્ટલ હોસ્પિટલમાં રસીકરણની પ્રક્રિયામાં મોટો છબરડો થયો
વડોદરામાં મેન્ટલ હોસ્પિટલમાં રસીકરણની પ્રક્રિયામાં મોટો છબરડો થયો

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો