સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા કરુણા અભિયાન નિમિત્તે વડોદરામાં પણ પક્ષી બચાવો અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.
સમગ્ર રાજ્યમાં કરુણા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડોદરામાં EMRI ગ્રીન હેલ્થ સર્વિસની કરુણા એમ્બ્યુલન્સ અને ફરતા પશુ દવાખાનાને પહેલા જ દિવસે 19 પક્ષીઓને EMRI ગ્રીન હેલ્થ સર્વિસના અનુભવી વેટેરનરી ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવી છે.
વડોદરા શહેરમાં મકરપુરા, માંડવી ગેટ,સયાજી બાગ, બાળભવન ફોરેસ્ટ કચેરી, કલાદર્શન ચાર રસ્તા અને હરિનગર ચાર રસ્તા ગોત્રી સહિત પાંચ ફરતા પશુ દવાખાના અને બંને કરુણા એમ્બ્યુલન્સના વેટનરી ડોક્ટર ડો. ચિરાગ પરમાર ડો. મેઘા પટેલ , ડો.બીજલ ત્રિવેદી ડો.પાર્થ ગજ્જર , ડો. સતીશ પાટીદાર, ડો.પુષ્પેન્દ્ર પુવાર, ડો. પ્રજ્ઞા પ્રકાશ મિશ્રા, ડો. રવિ પટેલ અને તેમની ટીમ ભેગા મળીને કરુણા અભિયાનના પહેલા જ દિવસે 19 ઘાયલ પક્ષીઓની સારવાર કરી તેમના જીવ બચવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.
શહેરમાં 7 એમ્બ્યુલન્સ કાર્યરત
કરુણા અભિયાન-2023 માં પણ વડોદરામાં કુલ 7 એમ્બ્યુલન્સ EMRI ગ્રીન હેલ્થ સર્વિસની 1962ની એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જાહેર જનતાને 1962 એનિમલ હેલ્પલાઇન તરફથી ખાસ નિવેદન છે કે પતંગ ચડાવા માટે સવારે 10 વાગ્યા પછીનો અને સાંજે 6 વાગ્યાં પછી પતંગ ના ચગાવે તો સારુ કારણ કે આજ સમય હોય છે જયારે પક્ષીઓની પોતાના માળામાંથી જવા અને આવવાનો સમય હોય છે.
અબોલ પશુપક્ષીઓને બચાવવા 700 કર્મયોગીઓ ખડે પગે રહેશે
ઉતરાયણ પર્વ આવી રહ્યો છે ત્યારે આ પર્વને આનંદ ઉત્સાહ સાથે મનાવો જોઈએ. પરંતું, જો સૌ મળીને અમુક નાની બાબતોનું ધ્યાન આપે તો ઘણા પક્ષીઓનો જીવ બચી શકે એમ છે. રાજ્ય સરકારના કરુણા અભિયાન હેઠળ વડોદરા સામાજિક વનીકરણ વિભાગ, પશુ ચિકિત્સકો તથા વોલેન્ટિયર્સ સહિત 700 કર્મચારીઓ ખડેપગે રહેશે.
રાજ્ય સરકારના કરુણા અભ્યાન હેઠળ વડોદરા સામાજિક વનીકરણ વિભાગ ,પશુ ચિકિત્સક તથા વોલેન્ટિયર્સ તારીખ 10 જાન્યુઆરીથી 20 તારીખ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલુ કર્યું છે. આ અભિયાનમાં વન વિભાગના વનકર્મીઓ તથા 15 જેટલા પશુ ચિકિત્સક, 10 લેબર વર્કર તથા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, આણંદ વેટનરી કોલેજના વિદ્યાર્થીઓની એક સંયુક્ત મિટિંગ વન વિભાગના નાયબ વનસરક્ષક રવિરાજસિંહ રાઠોડ તેમજ એ.સી.એફ. કિંજલ જોષીના માર્ગદર્શન હેઠળ શિબિર રાખવામાં આવી હતી.
આ શિબિરમાં રજિસ્ટર થયેલા વોલેન્ટિયર્સ સહિત બધાને જરુરી માર્ગદર્શન આપી ઘાયલ પક્ષીઓને કઈ રીતે પ્રાથમિક સારવાર આપવી તથા પક્ષીઓને જરૂર જણાયતો વધુ સારવાર માટે પણ બે ઓપરેશન થિયેટર્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે. વડોદરામાં પાંચ અલગ અલગ જગ્યાએ એમ્બ્યુલન્સ ઉભી રાખવામાં આવે છે. જેમાં કમાટીબાગ (સયાજી બાગ) ખાતે, શહેર વિસ્તારમાં માંડવી દરવાજા , મકરપુરા, હરિનગર ક્રોસ રોડ ગોત્રી અને કલાદર્શન વાઘોડિયા રોડ ખાતે સ્ટેન્ડ બાય રહેશે, આ સારવાર ટીમ દરેક તાલુકા સેન્ટર પર પણ તૈયાર કરવામાં આવેલ છે
આ પક્ષીઓની જરૂરી સારવાર માટે ત્રણ સારવાર કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે. સયાજીબાગ નર્સરી ખાતે, બીજું ભૂતડી ઝાંપા અને પંડ્યા બ્રિજ પાસે સારવાર કેન્દ્રો જરુરી દવાઓ સાથે તૈયાર કરવામાં આવ્યા છે.
લોકોના ફોનકોલથી ટોલ ફ્રી નંબર ઉપરથી જે તે જગ્યાએ જવાનુ થાય તો તાત્કાલિક પહોંચી વળવા વડોદરા શહેરમાં 666 વોલેન્ટિયર્સનું ગ્રુપ પણ બનાવવામાં આવેલ છે. પક્ષીઓને સારવાર આપી જરૂર જણાય તો નજીકના સારવાર કેન્દ્ર ખાતે પક્ષીઓને જરૂરિયાત મુજબ પ્રાથમિક સારવાર આપી ત્યાં થોડા દિવસ રાખવા માટેની વ્યવસ્થા રાખવામા આવી છે. એમના રહેવાના પાંજરામા રાત્રે ઠંડી ના લાગે એ માટે હિટરની વ્યવસ્થા રાખવામા આવી છે. જરૂરી ખાવા પીવાનું સાથે સતત મેડિકલની ટીમ દ્વારા મોનીટરિંગ કરવામાં આવે છે.
રેન્જ ફોરેસ્ટ ઓફીસર કરણસિંહ રાજપૂતે અપીલ કરતા જણાવ્યુ કે, આપના વિસ્તારમાં કોઈપણ ઇજાગ્રસ્ત પક્ષી ધ્યાને આવે તો તેને કાણાવાળા પુઠાના બોક્સમાં કે બાસ્કેટમાં રાખી તમારા નજીકના કોઈપણ એક સેન્ટર પર પહોંચાડી અથવા વડોદરાનો ટોલ ફ્રી નંબર 18002332636 તથા ગુજરાતની વન્યજીવ હેલ્પલાઇન નંબર 832 0002000 પર જાણ કરવામાં વિનંતી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.