તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રસીકરણ:પહેલા દિવસે 18 થી 45 વર્ષના 9417 લોકોએ પ્રથમ ડોઝ લીધો

વડોદરા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પહેલીવાર મત આપવા જતા હોય તેવા ઉત્સાહથી યુવાઓ રસી લેવા ગયા - Divya Bhaskar
પહેલીવાર મત આપવા જતા હોય તેવા ઉત્સાહથી યુવાઓ રસી લેવા ગયા
 • 45થી વધુ ઉંમરના 6888 લોકોએ પણ વેક્સિન મૂકાવી
 • પહેલીવાર મત આપવા જતા હોય તેવા ઉત્સાહથી યુવાઓ રસી લેવા ગયા

18 થી 45 વર્ષના વયજૂથ માટે વેક્સિનનો પ્રથમ ડોઝ મૂકવાની શરૂઆતના પ્રથમ દિવસે શહેરના 9417 યુવાએ લાભ લીધો હતો તો 45થી વધુ ઉંમરના 6888 લોકોએ વેક્સિન મુકાવી હતી.કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે તા.1 મેથી 18 થી 45 વર્ષની વયજૂથના નાગરિકો માટે રસી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે વડોદરામાં 76 કેન્દ્રો ખાતે તેની શરૂઆત કરવામાં આવી છે અને પ્રથમ દિવસે એક કેન્દ્રમાં 140 ડોઝનો લક્ષ્યાંક આપવામાં આવ્યો હતો. બીજી તરફ જેમને પ્રથમ દિવસે જ રસી માટેનો ટાઇમ સ્લોટ અપાયો હતો તેવા 18 વર્ષના યુવાઓ પહેલી વખત મત આપવા જતા હોય તેવા ઉત્સાહ સાથે વેક્સિન કેન્દ્રો પર પહોંચી ગયા હતા.

બાપોદ જકાતનાકા ખાતે આવેલા રંગ વાટિકા ખાતે રસીકરણ માટે યુવાનોની લાઈનો લાગી હતી. જ્યારે બેંક રોડ પર કલ્યાણપ્રસાદ હવેલી ખાતે પૂ. દ્વારકેશલાલજીના પુત્રે પણ રસી લીધી હતી.
બાપોદ જકાતનાકા ખાતે આવેલા રંગ વાટિકા ખાતે રસીકરણ માટે યુવાનોની લાઈનો લાગી હતી. જ્યારે બેંક રોડ પર કલ્યાણપ્રસાદ હવેલી ખાતે પૂ. દ્વારકેશલાલજીના પુત્રે પણ રસી લીધી હતી.

વેક્સિન ન લીધી હોવા છતાં યુવકનું સર્ટિફિકેટ ઇસ્યુ થયું
વડોદરા | કારેલીબાગ મેન્ટલ હોસ્પિટલમાં યુવકે રસી લીધી ન હોવા છતાં તેને ઓનલાઇન સર્ટિફિકેટ ઇસ્યુ થતાં વિવાદ સર્જાયો હતો. મેન્ટલ હોસ્પિટલમાં છબરડા બાદ રસીકરણથી વંચિત લોકોએ હોબાળો મચાવ્યો હતો. લોકોની રજૂઆત બાદ રસી અપાઈ હતી. મેન્ટલ હોસ્પિટલમાં રસીકરણનું નિરીક્ષણ કરતા મેડિકલ ઓફિસરે જણાવ્યું કે, સાઇટ પર ટ્રાફિક વધી જવાથી ખામી સર્જાઈ હશે. જ્યારે વેક્સિન લેવા આવેલા શ્રેયાંસ રાઠોડે જણાવ્યું કે, મેં રસી મૂકાવી ન હોવા છતાં રસી મેસેજ આવ્યો અને સર્ટિફિકેટ ઇશ્યુ થઇ ગયું છે.

ડો.સ્મિતા વસાવાએ જણાવ્યું કે, રજિસ્ટ્રેશન બાદ સ્લોટ બુક કરાવવો જરૂરી છે. સ્લોટ બુક નહીં કરાવે તેને રસી નહીં મળે. તેવી જ રીતે બાપોદ સહિતનાં કેટલાંક કેન્દ્રોમાં કતારો પડી હતી. તેમાંય રજિસ્ટ્રેશનનો મેસેજ લઈ કેટલાક લોકો પહોંચ્યા હતા. જેમને સમજાવી પાછા મોકલાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો