તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:પહેલા દિવસે 104 સહેલાણીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી

વડોદરા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સવારે 2 કલાક અને સાંજ 1:30 કલાક ઝૂ ખુલ્લું રખાશે

કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયના દરવાજા 7 મહિને ખૂલ્યા હતા. જોકે પહેલા દિવસે 3.30 કલાકમાં 104 સહેલાણીઓ આવ્યા હતા. કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયને ધન તેરસથી ખોલાયું હતું. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની ગાઈડ લાઈન મુજબ પ્રાણી સંગ્રહાલય ખોલતાં પ્રથમ દિવસે સવારે પ્રથમ 2 કલાકમાં 18 સહેલાણીઓએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી. જેમાં 12 મોટા અને 6 બાળકો હતાં. જ્યારે સાંજે 1.30 કલાકમાં 84 લોકો આવ્યા હતા.

હાલમાં પ્રાણી સંગ્રહાલય સવારે 2 કલાક અને સાંજે 1.5 કલાક સુધી જ ખુલ્લું રખાશે. જ્યારે સામાન્ય દિવસોમાં ઝુ 6થી 8 કલાક ખુલ્લું રહેતું હતું. કોરોનાના માહોલમાં પ્રાણી સંગ્રહાલય શરૂ થઈ રહ્યું છે ત્યારે એન્ટ્રી માસ્ક સાથે જ અપાઇ હતી અને સેનેટાઇઝરની સુવિધા પણ રખાઈ હતી અને પ્રાણી સંગ્રહાલયમાં મુલાકાત માટે જે રૂટ નક્કી કરાયો હતો તેમાં સહેલાણીઓને કોઈ મુશ્કેલી પડી ન હતી અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખ્યું હતું. સિંગલ પોઇન્ટ એન્ટ્રી અને એક્ઝિટ રખાયાં છે. ઉપરાંત અવેરનેસ માટે પોસ્ટર લગાવાયાં છે. કેવડિયાનું ઝૂલોજિકલ પાર્ક હોય કે અમદાવાદ, રાજકોટના પ્રાણી સંગ્રહાલય હોય દરેક સ્થળે હાલ સહેલાણી ઘટ્યા છે એટલે વડોદરામાં પણ સહેલાણી ઘટ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો