તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાદાઇથી ઉજવણી:જન્માષ્ટમી પર્વે ઈસ્કોન મંદિરમાં રાત્રે 10.25 સુધી દર્શન થઇ શકશે, મંદિર તરફથી માસ્કનું વિતરણ કરાશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભંડારો નહીં યોજવા નિર્ણય

શહેરના ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમી અને નંદ મહોત્સવના તહેવારો સાદાઈ થી ઉજવવામાં આવશે. મંદિર તરફથી ગુરૂવારના રોજ 30 અને 31 ઓગષ્ટના રોજ ઈસ્કોન મંદિરમાં સાદાઈ થી જ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે તેમ ભક્તોને જણાવવામાં આવ્યું હતું. જન્માષ્ટમીની રાતે 10:25 સુધી જ મંદિર ખુલ્લુ રહેશે ત્યાર બાદ ભક્તો માટે મંદિરના દ્વારા બંધ થઈ જશે. ભક્તોએ મંદિરમાં દર્શન કરી પરત ફરવાનું રહેશે. ઈસ્કોન મંદિરના નિત્યાનંદ સ્વામીએ જણાવ્યું હતું કે, ઈસ્કોન મંદિરમાં 30 અને 31 ઓગષ્ટના રોજ જન્માષ્ટમી અને નંદ મહોત્સવના તહેવારની સાદાઈ પૂર્વક ઊજવણી થશે.

30 ઓગષ્ટના રોજ સવારે 4:30 વાગે મંગળા આરતી, 7:45 થી શૃંગાર દર્શન ભક્તો કરી શકશે. પોણા આઠ થી બપોરે એક વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે. સાંજના સમયે 4:30 થી 10:25 સુધી મંદિર ભક્તો માટે ખુલ્લુ રહેશે.ત્યાર બાદ મંદિરના દ્વારા બંધ થઈ જશે. ઈસ્કોન મંદિરમાં સરકારની ગાઈડલાઈન અનુસાર જ શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. નિત્યાનંદ સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, મંદિરમાં દર્શનાર્થે આવતા દરેક ભક્તોને હાથ સેનેટાઈઝ કરી તેમજ માસ્ક પહેરીને જ આવવાનું રહેશે.

જ્યારે મંદિર તરફથી પણ માસ્ક વિતરણ કરવામાં આવશે. 31 ઓગષ્ટના રોજ પારણા અને નંદ મહોત્સવના દિવસે સવારે 7:30 વાગે અને બપોરે 1 વાગે ભક્તો દર્શન કરી શકશે.જ્યારે સાંજે 4:30 થી રાતે 9 વાગ્યા સુધી ભક્તો દર્શન કરશે. આ બંને દિવસે કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમો,ભંડારા સહિતની તમામ ગતિવિધીઓ મંદિરમાં નહી યોજાય. ભક્તોએ માત્ર દર્શન કરી પરત જવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...