તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વન-તેરસ:ધન તેરસના દિવસે વાતાવરણને સુધારવા માટે શહેરની સંસ્થાએ ઉજવ્યો ‘વન-તેરસ’

વડોદરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાવલી તાલુકામાં મંજૂસર જી.આઈ.ડી.સી. સ્થિત ફલક્ર્મ ફાઉન્ડેશન અને ગ્રીન લીફ લેન્ડસ્કેપ સંસ્થાના સહયોગથી અલીન્દ્રા ગામે ગ્રીન ઇન્ડિયા હેલ્થી ઇન્ડિયા પ્રોજેક્ટના બીજા તબક્કા - “ઓક્સી પાર્ક “ની શરૂઆત કરવામાં આવી. સંસ્થાના સભ્યોએ ધન તેરસને વન તેરસ તરીકે ઉજવી નોખો ચીલો ચીતર્યો હતો.

આ પ્રોજેકટનો મુખ્ય હેતુ અલીન્દ્રા ગામને હરિયાળું બનાવવા અને પ્રદુષણ મુક્ત વાતાવરણ ઊભું કરવાનું છે. દ્વિતીય તબક્કા માં 12500 ચોરસ ફૂટ ઉજ્જડ જમીન ઉપર 85થી વધુ પ્રજાતિના 1852 નંગ વૃક્ષો વાવવામાં આવશે. આ જગ્યાને એક ‘ઓક્સી પાર્ક’ બનાવવાના પ્રયાસ રૂપે આ પગલું ભરવામાં આવ્યું છે. આ પ્રોજેકટ દ્વારા ગ્રામ્ય સ્તરે બહેનોને આવક ઉભી થઇ હતી. ગ્રામ્ય બહેનોએ બનાવેલું 2 ટન અળસિયું ખાતર ખરીદીને આ સાઇટ પર વાપરવામાં આવ્યું હતું. બધાજ વૃક્ષો ભારતીય પ્રજાતિના ઉપયોગમાં લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો