લોખંડી બંદોબસ્ત:9મીએ 1290 પ્રતિમાનું વિસર્જન થશે, 6000 કરતાં વધુ જવાનો તૈનાત રહેશે

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 56 જેટલી ક્રેઇન, તરવૈયાની ટીમ, તરાપા વિસર્જન સ્થળે ઉપલબ્ધ રખાશે
  • દસ દિવસનું​​​​​​​ આતિથ્ય માણી વિઘ્નહર્તા શુક્રવારે ભક્તોની વિદાય લેશે

આગામી 9મી સપ્ટેમ્બરના રોજ શ્રીજી વિસર્જન પ્રક્રિયા માટે શહેર પોલીસ દ્વારા લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત વિવિધ શ્રીજી પ્રતિમાઓને જ બસ નક્કી કરવામાં આવેલ (૧) દશામાં ત્રિમ તળાવ ગોરવા (૨) નવલખી કુત્રિમ તળાવ રાવપુરા (૩) સમા-હરણી રીંગ રોડ યુત્રિમ તળાવ હરણી (૪) કુબેરેશ્વર માર્ગ કૃત્રિમ તળાવ વાઘોડીયા રીંગ રોડ પાણીગેટ (૫) ઈન્દ્રપ્રસ્થ કૃત્રિમ તળાવ ઈલોરાપાર્ક વગેરે વિવિધ કુત્રિમ તળાવોમાં કુલ 1290 જેટલી શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થશે.

શહેર પોલીસના જણાવ્યા મુજબ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવા માટે ગોરવા ખાતે 6, નવલખી ખાતે 14 ક્રેઇન, સમા-હરણી રીંગ રોડ ખાતે 5 કેન તથા કુબેરેશ્વર માર્ગ ખાતે કુલ ૪ ક્રેઇનની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે.ઉપરાંત ગોરવા ખાતે 4, સમા ખાતે ૨ તથા પાણીગેટ ખાતે ૩ ક્રેઇનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત સમા, છાણી, ગોત્રી, માંજલપુર, જે.પી.રોડ, મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુલ 17 જેટલી ક્રેઈન રીઝર્વમાં રાખવામાં આવી છે.આમ કુલ ૫૬ જેટલી કેનાની વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે.તથા ફાયર બ્રિગેડના તરવૈયાની ટીમો,તરાપા અને સ્વૈચ્છિ સંસ્થાઓના તરવૈયાઓ વિસર્જન સ્થળ ઉપર હાજર રહેશે.

વિસર્જનના સંબંધે સુરક્ષા બંદોબસ્તમાં ડીસીપી કક્ષાના ૯ અધિકારી, ડીવાએસપી કક્ષાના ૨૮ અધિકારી, પીઆઈ કક્ષાના ૯૦ અધિકારી અને પીએસઆઈ કક્ષાના ૧૫૪ અધિકારી તથા ૨૭૩૦ પોલીસ કર્મચારીઓતથા ૨૩૦૦ એમગાર્ડ તેમજ એસઆરપીની 7 કંપની, એક પ્લાટુન તથા એક સીઆરપીએફની કંપની તથા આરએએફની એક કંપની તેમજ સ્થાનિક ડીસીબી,પીસીબી અને એસઓજીની ટીમ તથા મહિલાની ટીમના સ્કોડ પણ તૈનાત કરવામાં આવશે.આ ઉપરાંત ઘોડેસવાર ટીમ અને 50 વીડીયોગ્રાફર રાખવામાં આવશે.

ખોટી અફવાઓ ફેલાવનાર કે વિસર્જન સંબંધીત કોઇ ખોટો મેસેજ વાયરલ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત ગુનાહિત ઇતિહાસ ધરાવતાં ગુનેગારો અને તેમની એક્ટીવીટી ઉપર પણ ચાંપતી નજર રાખવામાં આવશે. આમ, 9 સપ્ટેમ્બર શુક્રવારના રોજ વિઘ્નહર્તા ભક્તોની ભાવભરી વિદાય લેશે.

અન્ય સમાચારો પણ છે...