સ્વાતંત્ર્ય દિવસ:15મીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહરાજ્યમંત્રી ધ્વજવંદન કરાવશે

વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 8 તાલુકામાં 14 ઓગસ્ટના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે

15 ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી વડોદરા ખાતે કરવામાં આવશે. શહેરના કુબેર ભવન પાછળ આવેલા પશ્ચિમ રેલ્વે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા સવારે 9 વાગે ધ્વજ વંદન કરાવશે. જેમાં આઝાદીના અમૃત મહોત્સવની થીમ સાથે ચાલુ વર્ષે જિલ્લા કક્ષના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.

કલેકટર આર.બી.બારડે જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કોવિડ-19 ની જોગવાઇઓના સંપૂર્ણ પાલન સાથે યોજવામાં આવશે. ઉજવણીના અસરકારક આયોજન માટે અધિકારીઓને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી છે.14 ઓગષ્ટના રોજ સ્વાતંત્ર્ય દિવસના કાર્યક્રમનું રિહર્સલ યોજાશે.કલેકટરએ વધુમાં જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ વડોદરા જિલ્લાના આઠ તાલુકા મથકોમાં સાંસ્કૃત્તિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

વડોદરા સીટી પોલીસ દ્વારા 14 ઓગષ્ટના રોજ સવારે 6 વાગે સાયકલરેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 20 કિમીની સાયકલ રેલીની શરૂઆત એસીપી બી ડિવિઝન-સમતા પીડીઆઈએલ કંપનીથી થશે અને રેલીની સમાપ્તી લક્ષ્મીપુરા સોના પાર્ટી પ્લોટ ખાતે કરાશે. સાયકલ રેલી માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત રહેશે.

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વડોદરા સહિત રાજયના તમામ જિલ્લાઓમાં એથલેટીક્સ રમતની અન્ડર-19 યુવા એથલેટીક્સની 100 મી, 200 મી, 400 મી, 800 મી અને 1500 મી દોડ સ્પર્ધા યોજાશે. જેમાં વડોદરા જિલ્લા ખાતે 14 ઓગષ્ટના રોજ સવારે 7:30 કલાકે માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે એથલેટીક્સની સ્પર્ધા યોજાશે.

અન્ય સમાચારો પણ છે...