તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમૃત મહોત્સવ:15મીએ 1700 સ્થળે લોકો એક સાથે રાષ્ટ્રગીત ગાશે, ચાર દરવાજામાં 16 માઇક મુકાયાં

વડોદરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય રસ્તા,માર્કેટ,મેદાન, સોસાયટીમાં લોકો ભેગા થશે

ભારતની આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે શહેર ભાજપ દ્વારા 15મી ઓગસ્ટના દિવસે સવારે 9 કલાકે શહેરીજનોને પોતે જ્યાં હોય ત્યાં ઊભા રહીને જન-ગણ-મન ગાઈને સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવાનું આયોજન કર્યું છે. જેમાં શહેરના મુખ્ય રસ્તાઓ, માર્કેટ, મેદાનો અને સોસાયટીઓની બહાર 5 વ્યક્તિથી માંડી 2 હજાર લોકોને ભેગા કરી રાષ્ટ્રગીત ગાવામાં આવશે. શહેર ભાજપ પ્રમુખ ડો.વિજય શાહે જણાવ્યું હતું કે, નવલખી મેદાનમાં જ 400-400ના ગ્રૂપ બનાવીને 2 હજાર લોકોને ભેગા કરવામાં આવશે.

આ ઉપરાંત માંડવી ચાર દરવાજાથી દરેક તરફ જતા રસ્તા પર, ઈસ્કોનથી સ્વામિનારાયણ મંદિર સહિત શહેરના પ્રમુખ રસ્તાઓ પર લોકો લાઈનસર ઊભા રહેશે અને 15 ઓગસ્ટના રોજ સવારે 9 કલાકે રાષ્ટ્રગીત ગાશે. દરેકના હાથમાં રાષ્ટ્રધ્વજ પણ હશે. આ ઉપરાંત માંડવી અને ચાર દરવાજા વિસ્તારમાં 16 લાઉડ સ્પીકર મૂકવામાં આવ્યાં છે. આ લાઉડ સ્પીકર પર પણ રાષ્ટ્રગીત ગાવામાં આવશે. આ ઉપરાંત મંગળબજાર, હાથીખાના, રાવપુરા સહિતના માર્કેટમાં વેપારીઓ ઊભા રહી રાષ્ટ્રગીત ગાશે.

અન્ય સમાચારો પણ છે...