આયોજન:સોખડામાં 11મીએ પ્રેમ સ્વરૂપ જૂથનું શક્તિ પ્રદર્શન,પ્રાગટ્યોત્સવ ઊજવશે

વડોદરા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હરિપ્રસાદજીના પ્રાગટ્યોત્સવમાં પ્રબોધ સ્વામીને પણ આમંત્રણ
  • પરિવારની લાગણીમાં ગુણાિતત સ્વામીના આપઘાતની જાણ ન કરી : ત્યાગ સ્વામી

હરિધામ સોખડા ખાતે હરિપ્રસાદ સ્વામીજીના 88મા પ્રાગટ્યોત્સવ નિમિત્તે 11મી મેના રોજ ભવ્ય ઉત્સવ સાથે શક્તિ પ્રદર્શન યોજાવાનું છે. જેમાં હાલ સોખડા ખાતે તડામાર તૈયારી ચાલી રહી છે. આ તૈયારી વચ્ચે મંદિરના વિવાદના 5 મહિના બાદ ત્યાગ વલ્લભ સ્વામી મીડિયા સમક્ષ આવ્યા હતા અને મંદિરમાં ગુણાતિત સ્વામીના આપઘાત અંગે પોલીસને કેમ જાણ ન કરી, તેના જવાબમાં તેમણે સંસ્થાની જવાબદારી છે કે પોલીસને જાણ કરે, પરંતુ પરીવારની લાગણીમાં જાણ ન કરી હોવાનું જણાવ્યું હતું.

ત્યાગ વલ્લભ સ્વામીએ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં કોઈ ઉત્સવ થઈ શક્યા ન હતા. ત્યારે ગુરુહરિસ્વામીના 88મા પ્રાગટ્યોત્સવ નિમિત્તે હરિધામાં મોટો ઉત્સવ ઊજવવામાં આવી રહ્યો છે. 11 મીના રોજ ઉત્સવમાં હાજરી આપવા દેશ-વિદેશથી ભક્તો પહોંચશે. હરિધામ સોખડા સ્વામીજીનું ગાદીસ્થાન છે, અહીંયાં હરિપ્રસાદ સ્વામીએ શૂન્યમાંથી સર્જન કર્યું છે. આ મહોત્સવમાં પ્રબોધ સ્વામીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જ્યારે ગુણાતિત ચરણદાસ સાધુના આપઘાતની જે કોઈ ઘટના બની તે ખૂબ દુખદ અને ખેદજનક છે. તેઓ 40 વર્ષ કરતાં વધારે સમયથી સંન્યાસી રહ્યા છે.

જે કોઈ ઘટના બની તેમાં વિશેષ ખેદ એટલા માટે છે કે, તેમના પરિવારના જેમ કે તેમના પૂર્વાશ્રમના સગા ભાઈ તેમની લાગણી હતી કે, તેઓએ લાંબો સમય ભગવા કપડામાં વિતાવ્યો છે ત્યારે તેમના ભગવા જીવન પર લાંછન ન લાગે અને પરીવારજનોને આઘાત ન પહોંચે તે માટે આ વાત કોઈને ન કરવાનું જણાવ્યું હતું. તે માટે સંસ્થાએ અને સંતોએ કોઈને વાત ન કરી હતી.ત્યાગ સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતના સંવિધાન મુજબ કાનૂની રાહે સંસ્થાની જવાબદારી અને ફરજ બને છે કે આપઘાતની ઘટનાની જાણ પોલીસને કરવી જોઈએ, પરંતુ પરીવારની લાગણીને માન આપી વાત ન કરી શક્યા.

સંસ્થા તરફથી ખોટું કરવાનો ઈરાદો હોય તો આગલા દિવસે બનેલી ઘટના માટે રાતે ને રાતે તેમના અગ્નિ સંસ્કાર કરી શક્યા હોત. કદાચ રાતે ન વિચારીએ તો વહેલી સવારે પણ અગ્નિ સંસ્કાર કરી દીધા હોત. જોકે તેમના સગા ભાઈ અને પરિવારજનોને સોખડા પહોંચે તે માટે બપોરે 12 વાગ્યા સુધી તેમની રાહ જોઈ હતી. પરીવારે પોસ્ટમોર્ટમની પણ ના પાડી દીધી હતી, પરંતુ કાનૂની રાહે જે કરવું પડે તે બધામાં સાથ આપ્યો છે.

આક્ષેપોનું પોલીસ ઈન્વેસ્ટિગેશન કરે
ત્યાગ સ્વામીએ જણાવ્યું હતું કે, ગુણાતિત સ્વામીને ટોર્ચર થતું હતું અને તેમણે વૃદ્ધાશ્રમ જવાની વાત તેમના સગાએ કરી છે. જો તેવી કોઈ વાત હોય તો તેઓ પ્રબોધ સ્વામી સાથે મંદિર બહાર નીકળી શક્યા હોત. છતાં પોલીસ તંત્ર પરિવારજનોની લાગણીને માન આપી ઈન્વેસ્ટિગેશન કરે અને જે તથ્ય હોય તે બહાર લાવે.

અન્ય સમાચારો પણ છે...