તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધ ગ્રાન્ડ સાઇક્લોથોન:રવિવારે 6 કિમી સાઇકલિંગની ફન રાઇડમાં 1000થી વધુ વડોદરાવાસીઓ જોડાશે

વડોદરા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફિટ ઇન્ડિયા મુવમેન્ટને વેગ આપવા શહેરની 75 સંસ્થાની ટીમ વડોદરા દ્વારા સાઇકલિંગ અવેરનેસ માટે કાર્યક્રમ

ફિટ ઇન્ડિયા મુવમેન્ટને વેગ આપવા શહેરની 75 સંસ્થાઓની ટીમ વડોદરા દ્વારા 14 ફેબ્રુઆરી, રવિવારે સવારે 7.00 વાગ્યાથી ‘ધ ગ્રાન્ડ સાઇક્લોથોન’ યોજશે, જેમા 1000 થી વધુ સાઇકલિંગપ્રેમી વડોદરાવાસીઅો જોડાશે. ફિટનેસ માટે જાગૃતિ લાવવા આ 6 કિલોમીટરની સાઇક્લોથોનનો પ્રારંભ મહારાણી શાંતાદેવી ચાર રસ્તા, અકોટા દાંડિયા બજાર બ્રિજથી થશે અને હેવમોર 4 રસ્તા થી યુ ટર્ન બાદ મહારાણી શાંતાદેવી ચાર રસ્તા, અકોટા દાંડિયા બજાર બ્રિજ ખાતે સમાપ્ત થશે.

વહોવિશ્વામિત્રી અભિયાન અંતર્ગત વિશ્વામિત્રીમાં ક્લીન્લિનેસ ડ્રાઇવ
ટીમ વડોદરાના પ્રિતેશ શાહે જણાવ્યું હતું કે, વડોદરાની 75 સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ટીમ વડોદરા બનાવવામાં આવી છે, જેમાં વડોદરાના સ્વૈચ્છિક પ્રોજેક્ટના વિકાસના કામ કરવામાં આવશે. આગામી અઠવાડિયે અમે લોક વિજ્ઞાન કેન્દ્ર અને વીએમસીના સંયુક્ત ઉપક્રમે વહો વિશ્વામિત્રી અભિયાન અંતર્ગત ભિમનાથ બ્રિજ પાસેનો વિશ્વામિત્રીનો 500 મીટરના બેલ્ટની સાફસફાઇની કામગીરી કરીશુ. આ સાઇક્લેથોન બાદ ફનસ્ટ્રીટ જેવી ઇવેન્ટસ પણ પ્લાન કરીશું. જોકે ટીમે વડોદરાઅે હજી વિશ્વામિત્રીની ક્લીન્લિનેસ ડ્રાઇવની તારીખ જાહેર કરી નથી.

સાઇક્લેથોન કઇ રીતે યોજાશે?
રૂટ : મહારાણી શાંતાદેવી ચાર રસ્તા, અકોટા-દાંડિયાબજાર બ્રિજ, હેવમોર સર્કલથી યુટર્ન, મહારાણી શાંતાદેવી ચાર રસ્તાથી અકોટા દાંડિયાબજાર બ્રિજ.

સાઇકલ ફોર ચેન્જ સ્પર્ધા : વડોદરાએ નેશનલ કોમ્પિટિશનમાં ભાગ લીધો
કેન્દ્ર સરકાર દ્વારા સાઇકલ ફોર ચેન્જ સ્પર્ધા યોજાઇ રહી છે. જેમા દેશના 107 શહેરોએ ભાગ લીધો છે. જે વિશે વડોદરા સ્માર્ટ સિટી ડેવલપમેન્ટના નોડલ ઓફિસર પ્રિયાંક શાહે જણાવ્યું હતું કે, સાઇકલિંગ સ્પોર્ટ્સને પ્રમોટ કરવા અને સાઇકલિંગ વિશે લોકોમાં જાગૃતિ લાવવા આ સ્પર્ધા યોજાઇ રહી છે. જેમા દરેક શહેર દ્વારા સાઇકલિંગ જાગૃતિ માટે લેવાતા પગલાનો રીપોર્ટ બનાવી કેન્દ્ર સરકારને આપ્યા બાદ કેન્દ્ર સરકાર 107 પૈકી ટોપ 11 શહેરોની પસંદગી કરશે. સિલેક્ટેડ શહેરને રૂ. 1 કરોડની ગ્રાન્ટ ફાળવાશે.

સાઇકલિંગ માટે આ પ્રયાસ કરાઇ રહ્યા છે

 • અકોટા દાંડિયા બજાર બ્રિજ થી કાલાઘોડા સર્કલ સુધીનો સાઇકલિંગ ટ્રેક વિકસાવવામાં આવશે. જેના સંદર્ભે ત્યાં વિવિધ સાઇકલિંગ ઇવેન્ટ પણ યોજવામાં આવી હતી.
 • વડસર કલાલી મ્યુઝિયમ ઓફ ટ્રિઝ ખાતે સાઇકલ ટ્રેક બનાવાયો છે. આ સાઇકલ ટ્રેકને 18 શાળાઓ સાથે કનેક્ટ કરાશે. આ પ્રોજેક્ટનો શાળાના વિદ્યાર્થીઓને સાઇકલિંગ સાથે જોડવાનો ટાર્ગેટ છે.

કોણ ભાગ લઇ શકશે?
દરેક વયના લોકો રજિસ્ટ્રેશન વગર ફન રાઇડ સાઇક્લોથોનમાં પોતાની સાઇકલ સાથે જોડાઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો